Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.

Share

તારીખ 17/2/23 ના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ દલપત રામા ભવન, કામરેજ, સુરત ખાતે યોજાયેલ હતો. જેમાં ભરૂચ જિલ્લામાંથી રાસ સ્પર્ધાનું પ્રતિનિધિત્વ ઝઘડિયા તાલુકાની ગોવાલી પ્રાથમિક શાળા એ કર્યું હતું. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બીજો ક્રમ પ્રાપ્ત કરી શાળા, ગામ, તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હવે આ કૃતિ રાજ્ય કક્ષા એ પણ ભાગ લેવા જશે. આ સિદ્ધિ મેળવવા બદલ ગોવાલી પ્રાથમિક શાળાના આચાર્ય કિર્તીકુમાર સોની એ તમામ સ્ટાફ તેમજ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષક જીગરભાઈ, ભાવિકાબેન, રિંકલબેન, મિહિરભાઈ અને સહકાર આપનાર તમામનો ખૂબ આભાર માન્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં સીતપોણ ગામેથી સાત જુગારિયાઓને રૂ. 82,950 નાં મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat

ચોરીની સાત એકટીવા મોટરસાયકલ સાથે વાહનચોરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

રાજપીપળા : પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓના ધરણાં અને રેલીનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!