સુરતના વરાછના હીરાબાગ સર્કલ પાસે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મેટ્રોની કામગીરીના કારણે સ્થાનિક લોકોને પરેશાની થઈ રહી છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યુ છે. મેટ્રોની કામગીરીના કારણે ડ્રેનેજ લાઈનમાંથી કાદવ ઘરમાં આવી રહ્યો છે.
શહેરભરની અંદર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. હીરાબાગ સર્કલની આસપાસ પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને કામગીરી થઈ રહી છે. જે સોસાયટીઓની અંદર અચાનક જ પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો છે એની પાછળ મેટ્રોની કામગીરી કારણભૂત જણાઈ રહી હોવાની ચર્ચા છે. મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન ક્ષતિ થઈ હોવાને કારણે પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવતો હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.
મેટ્રોની કામગીરીમાં બેદરકારીના કારણે ઘરમા રસોડા સુધી કાદવ ફરી વળ્યો છે. ડ્રેનેજ લાઈનમાંથી કિચડ બહાર આવતા સોસાયટીના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા માટે ઈંટોની આડશ મૂકી છે.