Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ડીંડોલીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નર્સ સાથે ગેરવર્તન કરનાર ત્રણ ઇસમો ઝડપાયા

Share

ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ત્રિપાઠી હોસ્પિટલમાં રોહિત સાળવે નામના ઈસમને હાથ તથા પગના ભાગે વાગેલ હોય તેના બે મિત્રો રોહિત પવાર તથા અક્ષય સોનવણે સાથે સારવાર કરાવવા આવેલ, દરમિયાન ફરજ પરના મહિલા નર્સે ઈજા પામેલા આરોપીને ડ્રેસિંગ કરાવવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મહિલા નર્સ સાથે ગાળાગાળી, ઝઘડો કરી ગેરવર્તન કરેલ અને નર્સના ગળાના ભાગે તમાચા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોસ્પિટલમાં ગભરાટનું વાતાવરણ પેદા કરેલ હોય જેથી હોસ્પિટલ સ્ટાફના માણસોએ પોલીસને જાણ કરતા તુરંત ડીંડોલી પોલીસની પી.સી.આર વાન તથા પોલીસના માણસોએ તાત્કાલિક પહોંચી જઈ ત્રણે આરોપીઓ જેમાં (૧) રોહિત જીતેન્દ્ર સાળવે ઉવ.૧૯ રહે- રીઝન્ટ પ્લાઝાની બાજુમાં મહાદેવનગર-૦૩ નવાગામ ડીંડોલી સુરત (૨) અક્ષય તુકારામ સોનવણે ઉ.વ.૨૦ રહે- મોદી એસ્ટેટ બાબા મેમોરિયલ હોસ્પિટલ ની ગલીમાં નવાગામ ડીંડોલી સુરત (૩) રોહિત ભાઈદાસ પવાર ઉ.વ.૨૦ રહે- મોદી એસ્ટેટ બાબા મેમોરીયલ હોસ્પિટલની પાછળ નવાગામ ડીંડોલી સુરત ઝડપી લઇ મહિલા નર્સની ફરીયાદ લઈ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 323 504 506(2) 114 મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકામાં શાળા કક્ષાએ પિઅર એજ્યુકેટરની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ શ્રમ કાર્ય કર્યું.

ProudOfGujarat

યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ ભયાવહ બનતા વડોદરાના વિદ્યાર્થીઓએ કરી બચાવવાની અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!