Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાંથી ચાર કરોડની બનાવટી નોટ સાથે ઠગ ટોળકીના છ ઇસમો ઝડપાયા

Share

સુરતમાંથી એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચાર કરોડની બનાવટી નોટ સાથે એક ઠગ ટોળકીને પકડી પાડી હતી. ઉપર નીચે ઓરિજીનલ નોટ અને વચ્ચે ચિલ્ડ્રન બેંકની બનાવટી નોટ મૂકીને ઠગાઈ કરતી હતી. પોલીસના સૂત્રોનું કહેવું છે કે, સુરતના અમરોલી વિસ્તારમાં 99 શોપિંગ કોમ્પલેક્ષમાં અસલી નોટોમાં થોડી ઓરિજનલ નોટ મૂકી નીચે ચિલ્ડ્રન બેન્કની નોટ પધરાવતા હતા.

આ ઠગ લોકોનો સંપર્ક કરીને જે તે જગ્યા ઉપર મળવાનું કહી બોલાવતા હતા. વાતચીત કરીને પોલીસ આવી જશે તેવો ડર બતાવીને ઝડપથી નકલી નોટના બંડલ ભરેલી બેગની આપલે કરીને નાસી જતા હતા. આ બાબતની જાણ એસ.ઓ.જી અને એટીએસની ટીમને થતા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને છ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી 500 અને 2000 ના દરની 4 કરોડથી વધુની નોટ ઝડપી લેવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમ કહે છે કે, આ ટોળકી નોટના જે બંડલ આપતા હતા. તેમાં તેઓ ઉપર અને નીચે ઓરિજીનલ નોટ મૂકી દેતા અને વચ્ચેના ભાગે ડુપ્લિકેટ 2000 અને 500 ના દરની નોટ મૂકતા હતા.

Advertisement

પોલીસ કહે છે કે, આરોપીઓ પાસેથી અસલી અને બનાવટી નોટો જપ્ત કરી લેવામાં આવી છે. સાથે જ સોનાની અને ચાંદીની લગડીઓ પણ જપ્ત કરવામાં આવી છે. એસઓજી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં છ શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે, જેમાં 4,85,35,000 ની રૂપિયા 2000 અને 500 ના દરની નકલી નોટ ઝડપી પાડવામાં આવી છે. ઉપરાંત સોનાની 50 અને ચાંદીની 10 લગડીઓ પણ જપ્ત કરવામાં આવી છે. એ જોતા સોના ચાંદીના બદલામાં આ નકલી નોટ પધરાવવાની તજવીજ કરતાં હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.


Share

Related posts

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી માં લાખ્ખો ની ચોરી કરી તસ્કરો ફરાર……

ProudOfGujarat

નસવાડી તાલુકામાં 100 ઉપરાંત ગામોમાં જંગલી ભૂંડોના ત્રાસથી ખેતીને ભારે ભેલાણ થઈ રહ્યું છે.

ProudOfGujarat

સુરત : મહુવાના ધોળીકૂઈથી વાછરડા ભરેલો પીકઅપ પકડાયો, ચાલક ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!