લોકોની મજબુરીનો લાભ ઉઠાવી ચામડાતોડ વ્યાજવસુલી, લોકોના જીવ જાય, પરિવારને આપઘાત કરવો પડે તેટલી હદે લોકોને ત્રાસ આપતા વ્યાજ માફીયાઓ સામે સમગ્ર ગુજરાતમાં સહુ પ્રથમ લોકોને બદલે વ્યાજ માફીયાઓને શોધી શોધી પુરાવાની મજબુત સાંકળ ગોઠવી જાતે ફરીયાદી બનાવવાનું અભુતપૂર્વ પગલું સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને ડીસીપી હર્ષદ મહેતા દ્વારા લેવાયા બાદ આખા રાજયમાં ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમા કોમર દ્વારા અમલ કરાવાયેલ
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર કે જેઓ સુરતની પ્રજા માટે હંમેશ દૂરનું વિચારે છે અને સારા અને સાચા લોકોને દૂર રાખવાને બદલે તેમની પાસેથી સૂચનો મેળવે છે તેવા આ પોલીસ કમિશનર ફરી એક વખત નવો પ્રયોગ કરી લોકોને વ્યાજ માફીયાઓ સુધી ન જવુ પડે તેવો ઉકેલ પણ શોધો કાઢયો છે, અને આ ઉકેલ એટલે લોન મેળો, રાજય સરકાર અને કેન્દ્ર સરકાર તથા બેન્કો પાસે અનેક પ્રકારની યોજના હોય છે. આ યોજના લોકો સુધી પહોંચાડવા માટે કલેકટર તંત્ર, મહાનગરપાલિકા તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના જાણકારો સાથે બેંકના જાણકારો મોટા પાયે હાજર રહયા અને લોકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો રાજય સરકાર દ્વારા પણ આ અભિગમની ખૂબ પ્રશંસા થયેલ છે.