ગુજરાતમાં પોલીસે તવાઈ બોલાવી તે છતાંય વ્યાજખોરોને કોઈ ડર રહ્યો નથી. રોજેરોજ અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે સુરત પોલીસ દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે. વ્યાજખોરી ડામવા હવે પોલીસ લોકોને લોન લેવામાં મધ્યસ્થી કરશે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, જે લોકોએ ઓછા વ્યાજે લોન જોઈએ તે પોલીસનો સંપર્ક કરી શકશે.
સુરતમાં વ્યાજખોરી ડામવા અંગે સુરત પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, વ્યાજચક્રમાં ફસાયેલા લોકો અણધાર્યું પગલું ભરે તે ગંભીર બાબત છે. વ્યાજખોરીમાં ફસાયેલા લોકો 100 નંબર પર ફોન કરી પોલીસની મદદ મેળવી શકે છે.
બેફામ બનેલા વ્યાજખોરોની વ્યાજખોરી રોકવા આ પહેલ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, ઘણી વખત મીડિયામાં અહેવાલ આવતા હોય છે છે વ્યાજના વિષચક્રમાં ફસાઇ લોકો પગલા ભરી લેતા હોય છે. જોકે હવે 100 નંબર પર ફોન કરવાથી પોલીસ મદદ કરશે. તેમણે કહ્યું કે, ઓછા વ્યાજદરે લોન મેળવવા પોલીસનો સંપર્ક કરી શકાશે.