સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઇલેક્ટ્રિક સ્કૂટર સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર જકાતનાકા સ્થિત પૂંજન રો હાઉસ પાસે એક ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જીંગમાં મુકવામાં આવી હતી આ દરમ્યાન શોર્ટ સર્કીટ થતા તેમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતા જ અહી અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
જેને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાખ થઇ ગયી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ફાયર ઓફિસર ગીરીશ ભાઈ સેલરએ જણાવ્યું હતું કે આગનો કોલ મળતા જ અમે ઘટના સ્થળે પહોચ્યા હતા જ્યાં આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં ઇલેક્ટ્રિક સ્કૂટર સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયી હતી.