Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પતંગ ચગાવવા એક ધાબેથી બીજા પર જતી વેળા પાંચમા માળેથી પટકાતા બાળકનું મોત

Share

પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાયણના તહેવાર સામે અનેક દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરત શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં 5 માં માળેથી પટકાતા બાળકનું મોત નિપજ્યું છે. એક ધાબા પરથી બીજા ધાબા પર જતાં બાળક નીચે પટકાયો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના સુરતના વાંકાનેડા ગામના શિવ શક્તિ કોમ્પ્લેક્ષની છે. જ્યાં પાંચમા માળા પરથી બાળક પટકાયો હતો. તે એક ધાબા પરથી બીજા ધાબા પર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે સમયે જ બાળક નીચે પટકાયો હતો. પતંગ ચગાવવા એક ધાબેથી બીજા ધાબે જતી વખતે 5 માં માળેથી પટકાતા 12 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે.

Advertisement

આ ઘટનામાં બાળકનું મોત નિપજતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, ઉત્તરાયણ નજીક આવતાં અનેક દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ પણ ધાબા પરથી બાળક પટકાતા મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ વાલીઓ માટે લાલબત્તી સમાન છે. પતંગ ચગાવવાની મજામાં કોઇ મોટી દુર્ઘટના ન ઘટે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સાથે જ ગળામાં દોરી આવી જતાં અનેક અકસ્માતો સર્જાઇ રહ્યા છે. આવામાં વાહન ચલાવતી વખતે પણ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે મહિલાને ઠગ દ્વારા સોનાનાં દાગીનાની છેતરપિંડી કરી નાસી જતા ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

ભરૂચ : જંબુસરની જે.એમ શાહ સાયન્સ કોલેજ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત હાંસોટ તાલુકાનાં વમલેશ્વર મંદિરની આસપાસ ગ્રામજનો દ્વારા સફાઈ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!