સુરતની પાલોદ GIDC માં ભીષાણ આગની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં બુધવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આગની ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. આથી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મોડી રાતે કંપનીમાં શોર્ટ સર્કિટ થયા હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
સુરતમાં આવેલી પાલોદ GIDC માં પ્લાસ્ટિકના દાણા બનાવતી એક કંપનીમાં બુધવારે મોડી રાતે આગી લાગી હોવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાની ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાઈ હતી, જેથી ફાયરની ટીમ ત્વરિત ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે ભીષણ આગ પર કાબૂ મળવ્યો હતો. જોકે મોડી રાતે બનેલી આ ઘટનામાં કંપનીનો લાખોનો સામાન બળીને ખાખ થયો હોવાના અનુમાન છે.
પ્રાથમિક અનુમાન મુજબ, કંપનીમાં મોડી રાતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાતના સમયે આગ લાગવાના કારણે સામાનને વધુ નુકસાન થયું છે. જો કે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.