Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પતંગની દોરીએ વધુ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો, મોટર સાયકલ પર ઘરે જતા આધેડનું ગળું કપાતા મોત

Share

મકરસંક્રાતિનો તહેવાર નજીક આવતા જ પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનું શરૂ કરી દે છે. જે કાચવાળી કાતિલ દોરીના કારણે કઇ કેટલાક નિર્દોષ પક્ષીઓ મોતને ભેટે છે. તો બીજી તરફ મોટર સાયકલ પર સવાર થતા વ્યક્તિઓને ઈજાઓ થવાની અને મૃત્યુ પામવાની ઘટનાઓ પણ સામે આવે છે.

એવી જ એક ઘટના ગતરોજ મોડી સાંજે બનવા પામી હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામે રહેતા અને ડાયમંડ નગર ખાતે આવેલ મિલમાં નોકરી કરતા 52 વર્ષીય બળવંતભાઈ મણીભાઈ પટેલ ગતરોજ નોકરીએથી છૂટી ઘરે પરત મોટર સાયકલ પર જવા નીકળ્યા હતા. દરમિયાન સહકાર નગરના ગેટ નં.1 પાસેથી તેઓ પસાર થતા હતા ત્યારે અચાનક પતંગની કાચવાળી કાતિલ દોરી અચાનક બળવંતભાઈના ગળામાં ફસાઈ હતી અને તેઓનું આખું ગળું ચિરાઈ ગયું હતું. ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે તાત્કાલિક કામરેજ સી.એચ.સી ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

2900 કેન્દ્રો પર આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે, 9 લાખથી વધુ ઉમેદવારોએ કરી અરજી

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ૨૯ મી જુલાઈએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નજીક બે મોટરસાયકલ વચ્ચેનાં અકસ્માતમાં એકને ગંભીર ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!