આજના યુવાનો પર ફિલ્મની અસર અને શોર્ટકટમાં અમીર બનવા યુવાનો અપનાવે છે ખોટા રસ્તા અને ખોટા રસ્તાનો અંજામ જેલ સિવાય બીજો હોતો જ નથી. સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી સાંજ પડતાની સાથે બેખોફ લુંટારા બાઈક લઇ નીકળી પડતા હતા અને રસ્તે એકલ દોકલ જતા આવતા રાહદારીને ડરાવી ધમકાવી મોબાઈલ અને રોકડની લુટ ચલાવતા હતા જો કોઈ રાહદારી લુટારાનો પ્રતિકાર કરે તો લુટારાઓ રાહદારી પર ફાયરીંગ અથવા ચપ્પુના ઘા મારી ફરાર થઇ જાય છે. હાલમાં પલસાણા તાલુકામાં ૨૭ ડીસેમ્બરની રાત્રે દસ્તાન ગામની સીમમાં હલધરૂ પાટીયાથી હલધરૂ ગામ જવાના માર્ગ પર ઉભેલા બે યુવક પર બાઈક લઈને આવેલા ત્રણ લુંટારા એ ફાયરીંગ કરી યુવાનને ઈજાગ્રસ્ત કરી મોબાઈલની લુટ કરી લુંટારા ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. લુંટની આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી અને અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
સ્થાનિક પોલીસ અને સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસ કામે લાગી હતી અને ગણતરીના દિવસમાં ત્રણ લુંટારાઓને દેશી કટ્ટા અને જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ આરોપી અલગ અલગ રાજ્યના હતા. જેમાં ત્રણ પૈકી એક આરોપી લખબીર સિંગ સામે પંજાબ પોલીસમાં એન.ડી.પી.એસ ણો ગુનો નોધાયેલો છે જયારે આરોપી શૈલેન્દ્ર પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતુસ મળી આવ્યા હતા. હાલ પોલીસે ત્રણ લુટારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસની તપાસમાં હથિયાર મળ્યપ્રદેશથી લાવ્યા હતા. આરોપીએ કેટલી લુટને અંજામ આપ્યો એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે પણ સવાલ એ થાય છે કે ગંભીર ગુનાના આરોપીને પોલીસ જેલ હવાલે કરે છે પરંતુ કાયદાની છટક બારીમાં તેઓ જેલ બહાર આવી ફરી આવા લૂટના ગુનાને અંજામ આપે છે ત્યારે આવા રીઢા આરોપીને જમીન ના મળે જેથી લોકો સુરક્ષિત રહી શકે ત્યારે સરકારે પણ શરૂઆતના ગુનાને ગંભીર લઇ કાયદા કડક બનાવવાની જરૂર છે.