સુરત જીલ્લામાં ચેઈન અને મોબાઈલ સ્નેચિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં હલધરું પાટિયાથી હલધરું ગામ તરફ જતા રસ્તા પર કેનાલ નજીક હલધરું ગામના બે સ્થાનિક હળપતિ યુવાનો મોબાઈલ લઈને ઉભા હતા જે દરમિયાન મોટરસાયકલ પર આવેલા બે લૂંટારુઓએ મોબાઈલ લૂંટવામો પ્રયાસ કર્યો હતો એ દરમિયાન સ્થાનિક યુવાનોએ પ્રતિકાર કરતા થયેલી ઝપઝપીમાં એક લૂંટારુએ એક યુવાનના હાથમાં ગોળી મારી દીધી હતી અને મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઈ જવાની ઘટનાને ભારે ચકચાર મચાવી છે.
આ અંગેથી ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા પલસાણા તાલુકાના હલધરું પાટિયાથી ગામમાં જતો રસ્તા પર કેનાલ નજીક હલધરું ગામની સીમમાં હલધરું ગામના બે સ્થાનિક યુવાનો વિનોદ શંકર રાઠોડ તથા અન્ય એક મોબાઈલ મોબાઈલ લઈ ઉભા હતા તે દરમિયાન સાડા નવથી દસ વાગ્યાના આસપાસ મોટરસાયકલ ઉપર બે લૂંટારુઓ આ બે યુવાનો પાસે પહોંચ્યા હતા અને બન્ને યુવાનો પાસે મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરતા સ્થાનિક યુવાનોએ લૂંટારુંનો પ્રતિકાર કર્યો હતો એ દરમિયાન ઝપાઝપી શરૂ થતાં આ લૂંટારુંએ દેશી બનાવટની પિસ્તોલથી વિનોદ રાઠોડના હાથમાં ગોળી મારી દીધી હતી અને લૂંટારું એક યુવાનનો મોબાઈલ લઈ ફરાર થઇ ગયા હતા હલધરું પાટીયાથી હલધરું ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર આ પ્રકારની ગંભીર ઘટના બની હોઈ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત સુરત જિલ્લા LCB પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ફાયરિંગથી ઘાયલ યુવાનને સારવાર માટે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે યુવાનને સુરત ખસેડવામાં આવ્યા હતો ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.