Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં થિયેટરમાં ઘુસી હિન્દુ સંગઠનોએ ફિલ્મ ‘પઠાણ’ના પોસ્ટર ફાડ્યા

Share

સુરતમાં થિયેટરમાં ઘુસી હિન્દુ સંગઠનોએ ફિલ્મ ‘પઠાણ’ના પોસ્ટર ફાડ્યા, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રીલિઝ થાય તે પહેલાં જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મના એક ગીતને લઈને સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં આજે હિંદુ સંગઠનો દ્વારા આ ફિલ્મની રીલિઝને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના કામરેજ વિસ્તારમાં સિનેમાઘરમાં લાગેલા ફિલ્મના પોસ્ટરને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કામરેજ ખાતે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ સિનેમાઘરોમાં પ્રવેશીને પઠાણ મૂવીના પોસ્ટરો ફાડ્યા હતાં.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપીને પઠાણ ફિલ્મને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ થિયેટરના માલિકને પણ આ બાબતે જાણ કરાઈ હતી. સિનેમાઘરોમાં ભગવાન રંગના બિકીનીવાળો દિપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પઠાણ મૂવીના પોસ્ટરો લગાડતાં જ આ બાબત હિન્દુ સંગઠનોના ધ્યાન પર આવતા તેમણે તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે હિન્દુ સંગઠનોને શાહરુખ ખાન સાથે મતભેદ હોવાને કારણે તેઓ આવું કરી રહ્યા છે. ત્યારે આ અંગે તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, શાહરુખ ખાન સાથે અમને કોઈ જ તકલીફ નથી. પરંતુ ફિલ્મમાં જે પ્રકારે ભગવા રંગની બીકની પહેરીને તેને બેશરમ રંગ બતાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : રાવળ સમાજ યુવાનને જાતિવાચક શબ્દો બોલતા સમાજના યુવાનોએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક સવાર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

પંચમહાલ : મકાન, દુકાન કે એકમ સહિતની મિલકતો ભાડે આપતા અગાઉ પોલિસ સ્ટેશને જાણ કરવી ફરજિયાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!