Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં શંકાશીલ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારવા હેવાનિયતની હદ વટાવી.

Share

સુરતના રાંદેરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પૂર્વ પત્ની પર ચારીત્રની શંકા રાખીને પતિએ HIV પોઝીટીવ લોહીનું ઈન્જેક્શન પત્નીને માર્યું હોવાની વાત સામે આવી છે. પૂર્વ પતિની આ માનસિકતાના તેની પૂર્વ પત્નીને ભારે પડી શકે છે. ચારીત્રની શંકામાં પતિએ પત્નીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બે મહિના પહેલા જ તેના છૂટાછેડા થયા હતા

મળતી માહિતી મુજબ ચારિત્ર્ય પર શંકા જતા એચઆઈવી પોઝીટીવનું લોહી ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ઈન્જેક્શન આપતાની સાથે જ તેની પત્ની બેહોશ થઈ ગઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં જ્યારે પત્ની હોશમાં આવી ત્યારે તેણે જણાવ્યું કે પતિએ લોહીનું ઈન્જેક્શન આપ્યું હતું અને પતિના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. HIV પોઝીટીવ લોહીનું ઈન્જેક્શન આપતા પોલીસે તેના પતિની ધરપકડ કરી છે.

Advertisement

પતિની પૂછપરછ કરતાં તેણે એચઆઈવી પોઝીટીવ લોહીમાં ઈન્જેક્શન આપ્યાની હકીકત સ્વીકારી હતી. હવે રાંદેર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ ચકચારી મચાવી દે તેવી ઘટના હતી. રાંદેર વિસ્તારમાં પતિએ તેની પૂર્વ પત્નીને HIV પોઝીટીવ લોહીનું ઇન્જેક્શન આપતા તેની પૂર્વ પત્ની પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.


Share

Related posts

ઝઘડિયા : રાજપારડી જીએમડીસીના સિક્યુરીટી કર્મચારીઓ અનિયમિત પગાર અને પીએફના મુદ્દે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું ૧૬૮.૪૭ કરોડનું બજેટ મંજૂર, ૧૨.૬૪ કરોડ પુરાંતવાળુ બજેટ રજુ કરાયુ

ProudOfGujarat

ગોધરા : સિંધુરીમાતાના મંદિર વિસ્તારમાંથી પસાર થતી ઓપન ગટર કેનાલ ઉંડે સુધી સાફ કરવા લેખિત રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!