Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં ટ્રેનમાં ઉતાવળે ચડવા જતાં યુવક ફસાયો, આરપીએફના જવાને જીવ બચાવ્યો

Share

સુરત રેલવે સ્ટેશન પર એક એવી ઘટના બની કે જેમાં એક યુવક ટ્રેનમાં ફસાઈ જાય છે કારણ કે યુવક ચાલતી ટ્રેનમાં ઉપર ચડવા માટે જઈ રહ્યો છે. જોકે તે દરમિયાન બેલેન્સ બગડે છે અને યુવક પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જાય છે. જોકે સ્થાનિક રેલવે પોલીસ આરપીએફના જવાન દ્વારા તેને બચાવી લેવામાં આવે છે.

અનેક વખત કિસ્સાઓ સામે આવતા હોય છે તેમ છતાં પણ લોકો ઉતાવળ કરી બેસે છે અને જેને લઈને અનેક વખત તેનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. તેવામાં યુવક ચાલતી ટ્રેનમાં ચડવા જાય છે અને ત્યાર બાદ ફસાઈ જાય છે અને તેને જોઈ જતા તુરંત જ આરપીએફનો જવાન દોડી જાય છે અને યુવકનો જીવ બચાવી લે છે.

Advertisement

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે યુવાનને મહા મુશ્કેલીથી બહાર કાઢવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેન જઈ રહી હોય અને આરપીએફના જવાન દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા હોય તેટલું જ નહિ ટ્રેન રોકવાનો આદેશ કરવાથી યુવાનને ગંભીર ઈજા થતા બચી જવાય છે તે પણ જોવા મળે છે.


Share

Related posts

લીંબડી સિવિલ હોસ્પિટલમાં 5 થી 6 વૃક્ષો ધરાશાયી થયા.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ની સ્વાભિમાન યાત્રાને ઠેર ઠેર મળ્યો જોરદાર પ્રતિસાદ

ProudOfGujarat

બીએસઈ એ ૧૪૯ માં સ્થાપના દિને નવા લોગોનું અનાવરણ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!