સુરતના પલસાણામાં આવેલ અંતરોલી ગામમાં ઈ બાઈકની બેટરી બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ઘરમાં ચાર્જીંગમાં મુકેલ બેટરી બ્લાસ્ટ થતા ઘરમાં આગ ફાટી નીકળી હતી. ઈલેક્ટ્રિક મોપેડ અને બાઈકના વેચાણ અને ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ચાર્જિંગમાં મૂકાતી બેટરી ફાટવા અને આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. પલસાણા તાલુકાના અંત્રોલી ગામે રાત્રિના સમયે ઇલેક્ટ્રીક બાઈકની બેટરી ચાર્જ કરવા મૂકી હતી. જેમાં એકાએક લાગતા પરિવારજનો બૂમાબૂમ કરી મૂકી હતી. પરિવાર તો સલામત રીતે બચી ગયો પરંતુ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. અચાનક બેટરી બ્લાસ્ટ થતા ઘરના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે સદનસીબે આગની ઘટનામાં ઘરના કોઈપણ સદસ્યને જાનહાની થવા પામી નહોતી. આસપાસના લોકોએ જાતે જ પાણીનો છંટકાવ શરૂ કરીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ઘરના લોકો પોતાનો જીવ બચાવીને બહાર ભાગી આવ્યા હતા. ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોચી ફાયર વિભાગની ટીમે પણ કામગીરી શરૂ કરી હતી આગ કાબુમાં આવ્યા બાદ કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. બેટરી ક્યા કારણોસર ફાટી અને આગ લાગી તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના પલસાણામાં ઇ બાઈકની બેટરી બ્લાસ્ટ થતા ઘરનો સામાન સળગ્યો.
Advertisement