સુરત શહેર એક ઐતિહાસિક નગરી છે.આ વાતના પુરાવા પણ મળ્યા છે. મેટ્રોના ખોદકામ દરમિયાન એક એવી વસ્તુઓ મળી આવી કે જેને જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. મહાકાય વસ્તુ યુદ્ધમાં વપરાતી સામગ્રી હોવાનું માનવામાં આવે છે. જે મુઘલ કાળ વખતની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખુદ સુરતના મેયર પણ નિહાળવા માટે પહોંચ્યા હતા.
અહીંથી મેટ્રોની કામગીરી દરમિયાન ચોક બજાર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન યુદ્ધમાં વપરાતી ઐતિહાસિક કિલ્લાની બરાબર સામે જ તોપના નાળચા મળી આવ્યા હતા. આ વિસ્તારને મોગલ કાળના ઇતિહાસ સાથે ખુબ જ જૂનો સંબંધ છે. ત્યારે આ તોપના નાળચા મળી આવતા આ વાતનો પુરાવો આપે છે તેવી પણ ચર્ચા લોકોમાં વહેતી થઈ હતી.
આ બનાવની જાણ થવાની સાથે જ સુરતના મેયર હેમાલી બોઘાવાલા પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ પર તોપના નાળચાને નિહાળ્યા હતા. આ અંગે જાણકારોએ કહ્યું હતું કે,આ તોપ મુઘલ કાળની છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે અંગ્રેજોના સમયની તોપ હોઈ શકે છે. તો આ તોપને ઐતિહાસિક કિલ્લામાં પ્રદર્શન માટે મુકવામાં આવશે અને લોકો પણ આ તોપને નિહાળી શકશે તેવી વ્યવસ્થા ઉભી કારમાં આવશે.