સુરતમાં મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિએ આપઘાત કરતા અનેક તર્ક વિતર્ક સામે આવી છે. એટીકેટી આવતા આપઘાત કર્યાની પણ આશંકા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી BHMS ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ 19 મી ડિસેમ્બરે ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ વિદ્યાર્થીએ બપોરે ઘરે કોઈ ન હોય ત્યારે આત્મહત્યા કરી લીધી હતી. લોકોને આ ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થીનીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં થોડા સમયની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. હવે વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ તેના પરિવારમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ શોકનો માહોલ છે.
તેમાં પણ શંકા ઉપજાવે તેવી વાતે એ પણ જાણવા મળી હતી કે, વિદ્યાર્નીએ આત્મહત્યા કરી ત્યારે તેના ટી-શર્ટ પર ગેમ ઓવર’ લખેલું હતું. જાણે કોઈ મેસેજ આપીને આત્મહત્યા કરી લીધી હોય. સુરતમાં ત્રીજા વર્ષમાં મેડીકલમાં અભ્યાસ કરતી હતી.
વિદ્યાર્થીનીની આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક રીતે એવું માનવામાં આવે છે કે તેણે એટીકેટીની પરીક્ષા આપી હતી. આ વખતે આપઘાત કર્યો હતો. આથી હાલ તો જહાંગીરપુરા પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.