સુરતના પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક એક પરિવાર બાઈક પર પસાર થઈ ગયો હતો તે દરમિયાન બાઈક ચાલક યુવકના ગળામાં પતંગની દોરી ભરાઈ ગઈ હતી જેથી પતંગની દોરીના કારણે યુવકનું ગળું કપાઈ ગયું હતું. ઘટનાને પગલે યુવકને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉતરાયણ નજીક આવી રહી છે અને પતંગ રસીયાઓ પતંગ ચગાવવામાં મશગુલ છે. પતંગના કારણે પતંગના દોરાઓ રોડ પર ઉડી રહ્યા હોય છે તેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે તેવી જ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારના પિયુષ પોઈન્ટ ખાતે બની હતી પિયુષ પોઇન્ટ વિસ્તારમાંથી એક યુવક પોતાના પરિવાર સાથે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક જ પતંગની દોરી યુવકના ગળામાં ભરાઈ ગઈ હતી જેથી યુવકનું ગળું કપાઈ ગયું હતું. યુવકને બચાવવા જતા બાઈક પર બેસેલી તેમની પત્નીને પણ હાથમાં પતંગની દોરીની ઈજા પહોંચી હતી. ઘટના બનતા ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક 108 મારફતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ઉતરાયણ આવી રહી છે જેના પગલે લોકોએ પતંગની દોરીથી બચવા માટે સેફ્ટી બેલ્ટ તેમજ બાઈકની આગળ લોખંડનો સળીયો લગાવે તો દોરી લાગવાનો ભય ઓછો થઈ જાય છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે પસાર થતા યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું.
Advertisement