સુરતના કતારગામ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા લવ જેહાદને લઈ વિરોધ નોંધાવ્યો હતો. કતારગામ વિસ્તારમા છેલ્લા એક મહિનામાં ત્રણ જેટલી યુવતીઓને વિધર્મીઓ ભગાડી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતમા અવારનવાર યુવતીઓને વિધર્મીઓ ભગાડી જતા હોવાની અનેક ઘટના બનતી રહે છે તેવામાં સુરતના કતારગામ વિસ્તારમાં બાપાસીતારામ ચોક ખાતે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો કારણ કે છેલ્લા એક મહિના દરમ્યાન આ વિસ્તારની ત્રણ જેટલક યુવતીઓને વિધર્મી યુવાનો ભગાડી ગયા હોવાની ઘટના સામે આવી છે ત્યારે સ્થાનિકો એ બેનર સાથે રાખી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વિધર્મી યુવાનો યુવતીઓને ભગાડી જાય છે અને લવ જેહાદનો યુવતીઓ ભોગ બની રહી છે. લવ જેહાદને લઈ કડક કાયદો હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવાઈ નથી રહ્યા હોવાના સ્થાનિકો એ આક્ષેપ કર્યા હતા. સ્થાનિકો દ્વારા આ યુવકો સામે તાત્કાલિક પગલાં ભરી લવ જેહાદના કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. મહત્વનું છે કે આવા કિસ્સાઓ અવારનવાર બનતા અનેક જગ્યા એ સેમિનારો પણ યોજાઈ રહ્યા છે સાથે જ તમામ પોલીસ સ્ટેશનમાં શી ટિમ બનાવવામાં આવી છે જેથી કરીને યુવતીઓ ગેરમાર્ગે જતા બચે તેમજ યુવતીઓને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો તેમની સાથે રહી તાત્કાલિક કાર્યવાહી કરે છે. સુરતમાં સતત પોલીસ આ મામલે સતર્કતા દાખવી રહી છે છતાં આવા કિસ્સા બનતા ચિંતાનો વિષય જોવા મળ્યો છે.