Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્પાની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ-લલના, ગ્રાહકો અને સંચાલકની ધરપકડ, જુઓ ક્યાં ઝડપાયું.

Share

સુરતના અલથાણ-ભીમરાડ કેનાલ રોડ પર ટાઇમ્સ સ્ક્વેરમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટમાં 3 લલના અને વીઆઇપી રોડના પેલેડિયમ પ્લાઝામાં થાઇલેન્ડની બે યુવતીઓ પાસે વેશ્યાવૃતિ કરાવતા હોવાનો ક્રાઇમબ્રાંચની મીસીંગ સેલે પર્દાફાશ કર્યો છે. હોટેલ અને સ્પામાં 2-2 હજારમાં સેક્સ રેકેટ ચલાવતા હતા. હોટેલમાંથી મીસીંગ સેલે રોકડ, મોબાઇલ, કોન્ડોમ અને હિસાબની ડાયરી સહિતની વસ્તુ કબજે કરી છે.

અલથાણમાં પેલેડિયમ પ્લાઝાના ચોથા માળે કિંગડમ હોટેલમાં થાઇલેન્ડની બે યુવતીઓ પાસે વેશ્યાવૃતિનો ધંધો કરાવતા કિંગડમ હોટેલના સંચાલક રોહિત ડાહ્રા રાઠોડ સામે અલથાણ પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી. અલથાણ ભીમરાડ કેનાલ રોડ ટાઇમ્સ સ્કેવરમાં પહેલા માળે ફન સ્પામાં મીસીંગ સેલે 14 મી તારીખે બપોરે રેડ કરી હતી. આ દરમિયાન સ્પામાં વેશ્યાવૃતિનો ધંધો કરતી 3 લલના કઢંગી હાલતમાં ગ્રાહકો સાથે પકડાઇ હતી. સ્પા મહિલા ચલાવતી હતી. અલથાણ પોલીસમાં મિસીંગ સેલે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો હતો.

Advertisement

પોલીસે સ્પાની મહિલા માલિક રસીદા હામીદઅલી ખાતુન(40)(રહે, જય જલારામ સોસા, ખરવાસા રોડ, ડિંડોલી, મૂળ રહે, પશ્વિમ બંગાળ), સ્પામાં લલના સાથે રંગરેલીયા મનાવવા આવેલા ગ્રાહક રિક્ષાચાલક ભરતલાલ રામલખન મૌર્ય(42)(રહે, શાંતિવન સોસા, પાંડેસરા), સિક્યુરિટી ગાર્ડ હરેશ રામનરેશ પ્રજાપતિ(38)(રહે, રઘુવીર બિઝનેસ પાર્ક શોપિંગ સેન્ટરના કંમ્પાઉન્ડ, ઉધના-મગદલ્લા રોડ, મૂળ રહે, યુપી) અને પ્લમ્બર પ્રેમાનંદ દિલીપ દાસ(41)(રહે, ખોડીયારનગર સોસા, અલથાણ, મૂળ રહે, ઓરિસ્સા)ની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી રોકડ, મોબાઇલ સહિત 28500 ની વસ્તુઓ કબ્જે કરી છે.


Share

Related posts

જંબુસર આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે ત્રિદિવસીય કેસ તાલીમનો પ્રારંભ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર સહાય માટે અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ પાસે હાઈવે પર મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!