Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત પર પણ ભાજપનું ફોકસ – ભાજપના હિન્દી ભાષી નેતાઓે જ કેમ ગજવશે સભા.

Share

આજથી ભાજપનો ઝંઝાવાતી પ્રચાર પુરજોશમાં થશે ત્યારે આજે પ્રથમ તબક્કાની 89 વિધાનસભાની બેઠકો પર પ્રચાર કરવામાં આવશે. 89 વિધાનસભાને તેમાં આવરી લેવામાં આવશે, ત્યારે આજથી ભાજપના સ્ટાર પ્રચારકો પ્રચારમાં જોડાશે. જેમાં સુરત પર ભાજપના હિન્દી ભાષી નેતાઓ સભા ગજવશે. સુરત પર આમ આદમી પાર્ટી જોર કરી રહી છે. આપ પાર્ટીના દિગ્ગજ કહેવાતા નેતાઓ પણ સુરતમાં પ્રચાર કરી રહ્યા છે.

સુરતમાં હિન્દી ભાષી નેતાઓ વધુ અસર કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે જંગ શરૂ થતાં જ અન્ય રાજ્યોના મતદારોને રીઝવવા હિન્દી ભાષી નેતાઓને મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટી સુરત ઉપરાંત દક્ષિણચ ગુજરાત પર પણ ફોકસ કરી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું મુખ્ય શહેર સુરત છે જ્યાંથી રાજનીતિના પાસાઓ પલટી શકે છે.

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે 27 સીટો કોર્પોરેશનમાં આપ પાર્ટીને મળી હતી તેને જોતા આપ પાર્ટીનો વિશ્વાસ સુરત પર વધ્યો છે. સુરત આગામી સમયમાં આપ પાર્ટીનું કેન્દ્ર બની રહ્યું છે જેને જોતા સુરત પર આપ પાર્ટી ફોકસ કરી રહી છે. સુરતથી સૌ કોઈનું ધ્યાન આપ પાર્ટી ખેંચવા માંગે છે. માટે આ વખતે પણ ઈટાલિયા સહીતના નેતાઓને ચૂંટણીમાં લડવા માટે ઉતાર્યા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરી આગામી દિવસોમાં ભાજપ તરફથી પ્રચાર અભિયાનમાં જોડાશે આ સાથે શિવરાંજસિંહ ચૌહાણ પણ પ્રચારમાં ઉતરશે. આ સિવાય અન્ય નેતાઓને પણ આ વિસ્તારમાં પ્રચાર માટે બોલાવવામાં આવશે. એ જ રીતે કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓ પણ તેમના હિન્દી ભાષી નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલથી લઈને રાઘવ ચઢ્ઢા સહીતના નેતાઓ પણ પ્રચારમાં ઉતરશે.


Share

Related posts

સાધુ-સંતોની સી.આર પાટીલને મોડાસા ખાતે રજૂઆત, ટ્રસ્ટ સંચાલિત મંદિરોમાં પૂજારીઓને પી.એફ નો લાભ મળવો જોઇએ.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ નગરના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો વિમાસણમાં મુકાયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે કોવીડ સેન્ટર ચાલુ કરવા વાંકલ કન્યા છાત્રાલાયની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!