Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ પદે સિમોદરા ગામના દિનેશ સોલંકીની વરણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાના સીમોદરા ગામના દિનેશભાઈ દેવજીભાઈ સોલંકીની સુરત જિલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.

સીમોદરા ગામે બારડોલીના વનમાળીભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જાતિ વિકાસ પરિષદની સભા યોજાઈ હતી જેમાં 150 જેટલા સમાજના લોકો હાજર રહ્યા હતા આ સમયે સર્વ સંમતિથી સુરત જિલ્લા અનુસૂચિત જાતિ વિકાસ વિકાસ પરિષદના નવા સંગઠન માળખાની રચના કરવામાં આવી છે. પ્રમુખ પદે સીમોદરા ગામના દિનેશભાઈ દેવજીભાઈ સોલંકી, મહામંત્રી પદે ગોવિંદભાઈ ઉકળભાઈ સોલંકી, ઉપપ્રમુખ પદે મનહરભાઈ સીતારામભાઈ ઓરણાકર, ઉપપ્રમુખપદે રમેશભાઈ શર્મા, એરથાણ મહિલા ઉપપ્રમુખપદે પ્રજ્ઞાબેન મોરારજીભાઈ માસ્ટર તરસાડી, જિલ્લા મંત્રી તરીકે ચંદુભાઈ મૂળજીભાઈ ગોહિલ, આકડોદ સહમંત્રી પદે મોહનભાઈ ડાયાભાઈ કટારીયા, ખજાનચી પદે ભરતભાઈ રમણભાઈ ગોહિલ આંકડોદ, આંતરિક ઓડિટર તરીકે બાલુભાઈ ગોમાનભાઈ પરમાર ઉમરપાડાની વરણી કરવામાં આવી હતી. ઉપરોક્ત સંગઠનમાં બારડોલી માંડવી મહુવા ચોર્યાસી ઓલપાડ ઉમરપાડા સહિતના વિવિધ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલો છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ઝઘડીયા ચોકડી નજીક ગટરના તુટેલા સ્લેબને લઇને અકસ્માતની ભીતિ…

ProudOfGujarat

રાજય સરકારે આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ ૫ લાખથી વધારીને ૧૦ લાખ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!