સુરતઃ સ્ટેટ મોનિટરિંગ સેલની સૂચનાથી સુરત પોલીસની પીસીબી બ્રાંચે ઘોડદોડ રોડ પર સાવલાની એસ્ટેટના બંગલા નંબર-2માં રેઇડ પાડી હતી. બંગલામાં કાચના શોકેશમાં ખુલ્લી મૂકેલી વિદેશી દારૂની મોંઘીદાટ બોટલો, અન્ય ડ્રોઅરમાંથી દારૂની બોટલો મળી હતી. પીસીબીએ ત્યાંથી બિલ્ડર હરીશ સાવલાની, ભાવિન સાવલાની, યાર્નના વેપારી અમિત સાવલાની અટકાયત કરી ઉમરા પોલીસને સોંપી દીધા હતા.
મૃત પિતાની પરમિટ પર મુંબઈથી દારૂ મંગાવતાં
બંગલામાં અલગ-અલગ માળે રહેતા 2 બિલ્ડરો હરીશ અને ભાવિન અને વેપારી અમિત પાસેથી 29 હજારથી વધુનો વિદેશી દારૂ પોલીસે કબજે કર્યો છે. ત્રણેય મુંબઈ દારૂ પીવા જતા ત્યારે લઈ પિતાની પરમિટ પર દારૂ લઈ આવતા હોવાનું પોલીસને કહ્યું છે. જેમાં એકના પિતા અવસાન પામ્યા છે તો તેની પરમિટ પર દારૂ લાવ્યા કેવી રીતે તે તપાસનો વિષય છે.
બિલ્ડરો હોવાથી પોલીસે ભીનું સંકેલ્યું હોવાની ચર્ચા
ઉમરા પોલીસે 3ની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી પરંતુ મોટી માત્રામાં પકડાયેલો વિદેશી દારૂ ખરેખર મુંબઈથી લાવ્યા કે કેમ તે અંગે તપાસ કરવા માટે પોલીસે 3ના કોર્ટમાંથી રિમાન્ડની મેળવવાની તસદી લીધી ન હતી. છેવટે કોર્ટએ ત્રણેયને જામીન પર છોડી મૂક્યા હતા. અહીં ત્રણેય ઉદ્યોગપતિઓ હોવાથી પોલીસે ભીનું સંકેલી લીધું હોવાની ચર્ચ શરૂ છે…સૌજન્યD.B