Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડાનાં વાડી ત્રણ રસ્તાથી પેરોલ ફર્લો સ્કોડે શરીર સંબંધી ગુનાના આરોપીને ઝડપી લીધો.

Share

ઉમરપાડા તાલુકાના વાડી ગામના ત્રણ રસ્તા પાસેથી પેરોલ ફર્લો સ્કોડે શરીર સંબંધી ગુનામાં 11 માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
રાણીકુંડ ગામના આશિષ આકાભાઈ ચૌધરીએ સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવતા આરોપી વિરુદ્ધ ઉંમરપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શરીર સંબંધી ગુના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવાની સૂચના આપવામાં આવતા પેરોલ ફર્લો શાખાના પીઆઈ એ ડી ચાવડા અને બી ડી શાહના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની ટીમે કામગીરી શરૂ કરી હતી આ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલા હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ શ્રવણભાઈ અને હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ રાણીકુંડ ગામનો આશિષ ચૌધરી વાડી ગામના ત્રણ રસ્તા પાસે ઉભો છે જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરાતા આરોપી ઝડપાઈ ગયો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારના ૧૧ જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠા ના કારણે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યુ

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની મહેફીલનો વિડીયો થયો વાયરલ.

ProudOfGujarat

નેત્રંગ તા.પંચાયતમાં વૃક્ષારોપણ કરાયું, ટીડીઓ અલ્પના નાયર તા.પંચાયતના સત્તાધીશોએ વૃક્ષો જતન કરવાના સંકલ્પો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!