Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પીપલોદમાં ગટર સાફ કરવા ઉતરેલ ત્રણ કામદારો ગૂંગળાઇ જવાથી બે ના મોત.

Share

આજે સુરત ખાતેથી એક દુઃખદ ઘટના સામે આવી હતી, જ્યાં ગૂંગળામણને કારણે બે શ્રમિકોના મોત થતા વિસ્તારમાં માતમ છવાયો હતો. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ SVNIT કોલેજની ગટર સાફ કરવા ત્રણ જેટલા કામદારો ઉતર્યા હતા, જ્યાં તેઓને ગૂંગળામણ થતા તેઓની તબિયત અંદર લથડી હતી, જે બાદ ત્રણેયને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ત્રણ પૈકી બે કામદારોના ઘટનામાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક સારવાર હેઠળ છે. કામદારોના મોત બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું, અને સામે દિવાળીના પર્વે જ પરિવારમાં માતમ છવાયો છે, તો ઘટનાની જાણ થતાં જ પાલિકની ટિમ દોડતી થઈ હતી,તો બીજી તરફ સ્થાનિક પોલીસે પણ મામલે નોંધ લઇ મૃતકોની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

સુરત : વાહન ચેકિંગ દરમિયાન રીક્ષાએ અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત.

ProudOfGujarat

જામનગર : જામ્યુંકોના સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી.

ProudOfGujarat

“સ્પ્રે નોઝલ” નો ઉત્પાદન કરતી જર્મન ટેકનોલોજીની કંપની LECHLER ઇન્ડિયા પ્રા.લિ. નું ઉદ્ધાટન આજરોજ દહેજના રહિયાદ ખાતે કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!