Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા ખાતે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો બાબતે આવેદનપત્ર પાઠવાયુ.

Share

શનિવારના રોજ વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલાની ઘટનાના પ્રત્યાઘાતો ઉમરપાડા તાલુકામાં આદિવાસી વિસ્તારમાં પણ પડ્યા છે. આદિવાસી સમાજ માટે સતત લડતા જળ, જમીન, જંગલ વેદાંતા પ્રોજેક્ટ વિરુદ્ધ સતત લડત આપી રહેલા આદિવાસીઓના હક્કો માટે લડતા ધારાસભ્ય અનંત પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો એના વિરુદ્ધ ઉમરપાડા તાલુકા અને માંગરોળ તાલુકાના આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આવી ઘટનાનું પુંરાવર્તન ન થાય અને તમામ આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય એવી માંગણી સાથે એક આવેદનપત્ર ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશભાઈ વસાવાની આગેવાની હેઠળ માનનીય મુખ્યમંત્રીને સંબોધીને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરિશભાઈ વસાવા, જગતસિંહ વસાવા, (IAS Det) નટવરસિંહ વસાવા, રામસિંગભાઈ, ધારાભાઈ ભુપતભાઈ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

एकता कपूर वराइटी मैगज़ीन के टॉप 500 ग्लोबल एंटरटेनमेंट लीडर की सूची में हुई शामिल !

ProudOfGujarat

ભરૂચમાં સગીરા સહિત બે બહેનો સાથે ચપ્પુની અણીએ દુષ્કૃત્યનો પ્રયાસ ભરૂચ,

ProudOfGujarat

સુરત : તક્ષશિલા અગ્નિકાંડમાં મોત થયેલાં 22 માસૂમના પરિવારજનો ન્યાય માટે ઝંખી રહ્યાં છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!