Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઇ.

Share

ઉમરપાડામાં નવનિર્માણ યુવા સંગઠન અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગઈ તા. 20 મી તારીખે સમાજને કનડતા પ્રશ્નો મુદ્દે આપવામાં આવેલ આવેદનપત્રનો કોઈ જવાબ નહીં મળતા સરકારી તંત્ર વિરુદ્ધ તીવ્ર આક્રોશ સાથે ઉમરપાડામાં આદિવાસી સમાજની વિશાળ રેલી યોજવામાં આવી હતી અને તંત્ર દ્વારા ઉપરોક્ત પ્રશ્નોનો જવાબ નહીં મળે તો અગામી સમયમાં ઉમરપાડા બંધનું એલાન આપવાની આદિવાસી સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી છે. ઉમરપાડા તાલુકામાં સરકારી તંત્રના વિરોધમાં આજે ત્રીજી મોટી રેલી યોજવામાં આવી હતી. આમ સરકાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યા છે ત્યારે વધુ એક આંદોલનની હવે ઉમરપાડાથી થઈ શરૂઆત ચૂકી છે. અનુસૂચિત જન જાતિના દાખલા બિન આદિવાસી ઓને આપવાનો અને હાલમાં જે સરકારની કલ્યાણકારી યોજનાઓ છે તેના લાભ માટે ચારણ રબારી અને ભરવાડો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. આ ફોર્મ રદ કરવામાં આવે તેવી માંગણી હતી પરંતુ આ દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી તેમજ ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા ઉમરપાડા શાળાની શાળા નજીક કેવડી ગામના આદિવાસી વિદ્યાર્થીને માર મારવામાં આવતા એટ્રોસિટી એક્ટ હેઠળ ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ આરોપીઓ જામીન પર છૂટી ગયા છે ત્યારે કાયદા મુજબ તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

ઉમરપાડાના જુમાવાડી ગામના અને જામ ખંભાળિયા ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા રતિલાલ વસાવાને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓને અમારી માંગણી પછી ફરી ફરજ પર લેવામાં આવ્યા નથી. સોનગઢના બોરડામાં આદિવાસી સમાજના લોકોને માર મારનારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી. વેદાંતા ઝીંક પ્રોજેકટ, પાર-તાપી-નર્મદા લિંક યોજના રદ કરવા સહિતના વિવિધ ૯ જેટલા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહીં આવતા સમસ્ત આદિવાસી સમાજ અને નવનિર્માણ યુવા સંગઠનના લોકો જવાબ માંગવા માટે સરકારી તંત્ર પાસે આવ્યા હતા. ઉમરપાડા બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી બિન રાજકીય હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા તેઓએ એક તિર એક કમાન આદિવાસી એક સમાનના નારા લગાવ્યા હતાં. આ રેલી મામલતદાર કચેરી ખાતે આવી હતી અને ત્યારબાદ ફરજ પરના મામલતદારને અગાઉ તારીખ 20 મી એ આપેલા આવેદનપત્ર સંદર્ભમાં જવાબો માંગ્યા હતા પરંતુ સરકારી તંત્ર પાસે કોઈ જવાબ નહીં હોવાથી આગેવાનોમાં રોષ સરકારી તંત્ર વિરુદ્ધ જોવા મળ્યો હતો. આ સમયે ફરી આગેવાનોએ સરકારી તંત્રને ચીમકી આપી છે કે અમારા મુદ્દાઓનો ફરી 15 દિવસમાં સરકારી તંત્ર જવાબ નહીં આપે તો ઉમરપાડા તાલુકામાં બંધનું એલાન આદિવાસી સમાજ આપશે તેમ જણાવ્યું હતું. ઉપરોક્ત રેલીમાં સ્નેહલ વસાવા, ગજેન વસાવા, ડૉ જીતેન્દ્ર વસાવા સાગબારા રાજ વસાવા- નેત્રંગ, ઉત્તમ વસાવા- નાની નારોલી, રજીની વસાવા-વાલિયા, ચૈતર વસાવા-ડેડીયાપાડા જિમી પટેલ-વ્યારા, અનિલભાઈ ચૌધરી માંગરોળ, અખિલ ચૌધરી-માંડવી, હરીશ વસાવા-વાડી, જગતસિંહ વસાવા ઝંખવાવ, સહિત ના મોટી સંખ્યામાં યુવાનો આદીવાસી સમાજમાં આગેવાનો અને સમાજના લોકો સ્વયંભૂ જોડાયા હતા.

સરકારી તંત્રના અધિકારીઓએ આજે અમારા પ્રશ્નોનો કોઈ જવાબ આપ્યો નથી માત્ર તેમણે વિવિધ વિભાગોમાં અગાઉની રજૂઆતો મોકલી આપી હોવાનું જણાવ્યું છે પરંતુ હવે અમારી ધીરજ ખૂટી રહી છે અમે ફરી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે જો માંગ ન સંતોષાય તો ઉમરપાડા બંધનું એલાન આપીશું અને ત્યાર પછી પણ અમારા પ્રશ્નોનો જવાબ સરકારી તંત્ર નહીં આપશે તો ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવ કરવાની દક્ષિણ ગુજરાતના સમસ્ત આદિવાસી સમાજની તૈયારી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ગોધરા તાલુકાના બખખર ગામે ભાજપા સ્થાપનાદિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

સુરતના કડોદરામાં સગર્ભા માતાએ પુત્રની હત્યા કર્યા બાદ ચોથા માળેથી કૂદી આપઘાત કર્યો

ProudOfGujarat

માંગરોળનાં દીણોદ અને પાતલ દેવી ગામે તિરંગા યાત્રા યોજાઈ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!