Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાયણ-કુડસદ સ્ટેશન વચ્ચેના રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજ નિર્માણ કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પડાયું.

Share

સાયણ-કુડસદ સ્ટેશન વચ્ચેના રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને કોઇ ટ્રાફિક અવરોધ ઉભો ન થાય એ માટે અહીં ટ્રાફિક ડાયવર્ટ કરીને તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી આ રૂટ બંધ કરવામાં આવ્યો છે.

વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવરના વિકલ્પ તરીકે (૧) ઓલપાડ,કીમ તથા આજુબાજુથી આવતા-જતાં વાહનોને સાયણથી શેખપુર જવા માટે સાયણ કારેલી મુળદ રેડ પરથી સાયણ ચોકડી થઈ ઓલપાડ સાયણ કઠોર રોડ(રાજ્યધોરી માર્ગ નં. ૧૬૭ પર આવેલ સાયણ-વેલંજા-શેખપુર રૂટ પર બંન્ને તરફ ટ્રાફિક જઈ શક્શે. (ર) શેખપુરથી આવતા-જતાં વાહનોને શેખપુરથી સાયણ જવા માટે શેખપુર-વેલંજા-સાયણ રૂટ પરથી સાયણ કઠોર રોડ(રાજ્યધોરી માર્ગ નં. ૧૬૭) પર સાયણ ચોકડી થઈ ઓલપાડ તરફ જતા સાયણ ચોકડી થઈ સાયણ કારેલી મુળદ રોડ પરથી કીમ તરફ બંન્ને તરફ ટ્રાફિક જઈ શકશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસરથી ગોધરા વાલ્મિકી વાસમાં લટકતા જોખમી વીજવાયરનું MGVCL તંત્ર દ્વારા સમારકામ કરાયું.

ProudOfGujarat

ઝારખંડમાં મોહરમના જુલૂસની તૈયારી દરમિયાન હાઇ વૉલ્ટેજ તાર તાજિયા સાથે સંપર્કમાં આવતા 4 ના મોત

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં કાર ધડાકાભેર ક્રોકરી શોપમાં ધુસતા ગ્રાહકોમાં નાસભાગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!