સુરતમાં ફરી એકવાર મોટી દૂર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં બીજા માળેથી મિલની લિફ્ટ તૂટતા નવ મજૂરો જમીન પર પટકાયા હતા જેમાંથી એકનું મોત થયું છે અને આઠ લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં ફરી એકવાર લિફ્ટ તૂટ્યાની ઘટના સામે આવી છે. શહેરના ભટાર ખાતે શાંતિવન મિલમાં લિફ્ટ તૂટતા એકનું મૃત્યુ થયું છે. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની કમર તૂટી છે તો કેટલાકના પગ ફેક્ચર થયા છે.
ભટાર વિસ્તારમાં બનેલી લિફ્ટ દુર્ઘટનામાં આઠ કામદાર નીચે પટકાયા હતા, જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ કામદારો ધડાકાભેર નીચે પટકાતાં આસપાસ કામ કરી રહેલા કામદારો પણ દોડી આવ્યા હતા. અન્ય કારખાનામાં કામ કરી રહેલા કામદારોએ તમામને કોઈક ને કોઈક વ્યવસ્થા કરી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
ગિરધર એસ્ટેટ-2 માં ત્રીજા માળે લોન્ડ્રીનું કારખાનું ચાલે છે. આ લોન્દ્રીના કારખાનામાંથી તૈયાર થયેલા કાપડના માલને નીચે લઈ જવા માટે લિફ્ટ બનાવવામાં આવી છે. આ લિફ્ટમાં વહેલી સવારે કાપડના માલની જગ્યાએ કામદારો ઊતરી રહ્યા હતા. જોકે લિફ્ટમાં બેસતાંની સાથે જ લિફ્ટનો તાર અચાનક તૂટી ગયો હતો અને ત્રીજા માળેથી ધડાકા સાથે નીચે પડી હતી.