કામરેજ પોલીસ દ્વારા 25.80 કરોડની નકલી ચલણી નોટો ઝડપવાના મામલે હવે મોટો ખુલાસો થયો છે. આ કડીમાં મુંબઇથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ મુખ્ય ભેજાબાજ વિકાસ જૈન અને તેના 2 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મુંબઇમાં તપાસ દરમિયાન વિકાસ જૈનના ઘર અને ગોડાઉનમાંથી બીજા 227 કરોડની નકલી ચલણી નોટો ઝડપાઇ છે.
227 કરોડ પેકીની 67 કરોડની ચલણી નોટો બંધ થઈ ગયેલી જૂની 1000 અને 500 ના દરની નોટ પણ મળી આવી છે. વિકાસ જૈનએ દિલ્હી, ઇન્દોર, રાજકોટ, અમદાવાદ, સુરત અને બેંગ્લોરમાં માણસ રોકી ઓફીસ ખોલી હતી. વિકાસ જૈને 41.50 લાખ કમિશન પેટે તેમજ રાજકોટના વેપારી રવિ પરસાણા પાસે 1.60 કરોડ પડાવ્યા હતા. મુંબઇમાં 7 થી વધુ લોકો ભોગ બન્યા હોવાની પોલીસ પાસે વિગત આવી છે.
તપાસ દરમિયાન મુંબઈથી ઝડપાયેલા મુખ્ય આરોપી વિકાસ જૈન દ્વારા કરવામાં આવેલી કબુલાતમાં અનેક ચોકાવનારા ખુલાસા થયાં હતા. વિકાસ જૈન દ્વારા ગુજરાતના સુરત,અમદાવાદ,રાજકોટ સિવાય ઇન્દોર,મુંબઈ અને બેંગ્લોરમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ કરી વૈભવી ઓફિસો ખોલવામાં આવી હતી. વિકાસ જૈન દ્વારા કાળા નાણાને ધોળા કરવા કમીશન પેટે રાજકોટના રવિ પરશાણા નામના વ્યાપારી પાસેથી ૧.૬૦ લાખ જ્યારે અન્ય કેટલાક લોકો પાસે ૪૧.૫૦ લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા, જેને કાળા નાણા સફેદ કરવાના હોઈ એવા જરુરતમંદો ને જરૂર પડ્યે લોભાવવા માટે વિડીઓ કોલ કરીઆ નકલી નોટનો જથ્થો પણ બતાવવામાં આવતો હતો. અત્યાર સુધી સુરત પોલીસ પાસે ભોગ બનેલા ૭ થી વધુ લોકો સામે આવ્યા છે. વિકાસ જૈન અને ટોળકી આવા લોકો પાસેથી ડીલ ફાઈનલ થાય એટલે પહેલા જ ૧૦ થી ૧૫ ટકા જેટલી રકમ ટોકન એમાઉન્ટ તરીકે લઇ લેતા અને ત્યારબાદ ડીલ આગળ ચાલે તો ઠીક નહી તો ટોકન મની લઇ હાથ ઊંચા કરી દેતા હતા.
સુરત કામરેજ ખાતેથી ઝડપાયેલી 25.80 કરોડની નકલી નોટ મામલે મોટો ખુલાસો.
Advertisement