પ્રધાનમંત્રી આવાસ યોજના બાબતે સુરત શહેરમાં વિરોધ શરુ થયુ છે, જ્યાં વર્ષોથી રાહ જોઈ બેઠા પરિવારોને મકાન નહિ મળ્યું અને નવા ફોર્મ ધારકોને મકાન મળ્યાના આક્ષેપો સાથે પાલિકાની કચેરી ખાતે વિરોધ શરુ થયો હતો.
૩૦ સપ્ટેમ્બરના રોજ સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો હતો. પરંતુ આ ડ્રોમાં વર્ષોથી વેઈટીંગ લીસ્ટમાં રહેલા લોકોને હજુ ઘર મળ્યું નથી. જેથી મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યાં સુરતના લીંમબાયત ખાતે ગત ૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો હતો. જ્યાં આ ડ્રોમાં કેટલાક લોકોને ઘર મળ્યા છે. પરંતુ કેટલાય લોકોને ઘર મળ્યું નથી અને જે લોકોને ઘર મળ્યું નથી તે લોકો ખુબ જ નિરાશ થયા હતા.
વર્ષોથી મકાન મળે તેની આસા રાખી બેઠા લોકોને દર વખતના ડ્રોમાં તેઓનો નંબર આવતો જ નથી તેવા આક્ષેપો સાથે હતાશ થઈ ગયા દેખાઈ રહ્યા છે, જ્યાં આ સમગ્ર આવાસ યોજના મુદ્દે વિરોધ કરવા પાલિકાની કચેરી ખાતે મહિલાઓ અને પુરુષો ભેગા થઈ પાલિકા સામે રોશ ઠાલવ્યો હતો જ્યાં વિરોધ સાથે નારે બાજી કરતા લોકો કહી રહ્યા છે કે નવા નવાને મકાન મળી જાય છે અને વર્ષોથી રાહ જોઈ રહ્યા છે તેઓને મકાન મળતું નથી જેવી વાત કરતા કેટલીક ગરીબ મહિલાઓ તો ખૂનના આંસુઓની જેમ રડતી દેખાઈ હતી.