Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની લાજપોર જેલના કર્મચારીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા.

Share

ગુજરાતમાં ઘણા દિવસ સરકારી કર્મચારીઓએ ગાંધીનગરમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન કર્યું હતું. ગુજરાતના પાટનગરમાં આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, પૂર્વ સૈનિકો ઉપરાંત કિસાન સંઘ દ્વારા પણ આંદોલન ચલાવ્યું હતું. આ આંદોલનને લઈને સરકાર દ્વારા ચીમકી આપવામાં આવતા આંદોલન સમેટાઈ ગયું હતું જો કે કેટલાક વિભાગની માંગ સરકારે સ્વીકાર કરી હતી અને જેને કારણે આંદોલન પૂર્ણ થયું હતું.

હજુ આ આંદોલનો પડઘો શાંત પડ્યો નથી ત્યારે આજે સુરતમાં વધુ એક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. સુરતના લાજપોર જેલના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. આ જેલના કર્મચારીઓની કુલ 8 માંગણી છે જેને લઈને તેઓ સરકાર સામે હડતાળ પર ઉતર્યા છે. લાજપર જેલના 200 થી પણ વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ કર્મચારીઓની માંગ પૂર્ણ ન થતા માસ સીએલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં સમાવવા માંગ કરી હતી.

Advertisement

આ કર્મચારીઓએ પોતાની માંગણી જો ન સંતોષાય તો આગળ જતા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. ગુજરાત સરકારને અનેક વખત રજુઆત કરવા છતાં પણ તેઓની માંગ સ્વીકારવામાં આવી નથી જેને કારણે તેઓ હડતાળ પર ઉતર્યા છે. ગઈકાલે આ હડતાલ સમેટાઈ ગઈ હોવાના સમાચાર મળ્યા હતા જોકે આજે સવારે આ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા જેથી આ હડતાળ સમેટાઈ ગયાના સમાચાર ખોટા હોવાનું જાણવા મળ્યું હતું.

આ કર્મચારીઓએ પોતાની માંગણી અંગે પોલીસ મહાનિર્દેશકને વારંવાર રજૂઆત કરી હતી. આ કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા તેઓ હડતાળ પર ઉતરી ગયા છે અને જ્યાં સુધી પોતાની માંગ ન સંતોષાય ત્યાં આ હડતાળ ચાલુ રાખવામાં આવશે. આ લાજપોર જેલના કર્મચારીઓ જેલ પરિસરની અંદર જ હડતાળ પર ઉતરી ગયા છે.


Share

Related posts

ભરૂચમાં ઓટોરિક્ષા ચલાવતા ચાલકો માટે ઇશ્રમ કાર્ડ બનાવી આપવાનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : રોકડીયો પાક ગણાતી શેરડીનાં પાક માટે ભરૂચ જિલ્લામાં ઉજળી તક.

ProudOfGujarat

પંચમહાલ : ગોધરા સિવીલ હોસ્પિટલમાંથી રેમડીસીવીર ઇન્જેકશન મળી રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!