ઉમરપાડા તાલુકામાં વિવિધ ગામોમાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ના હસ્તે 37 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં ચવડા ઉમરપાડા માલ્યાફાટા રોડ રૂા.૨૨ કરોડ, ઉમરપાડા – કદવાલી વડપાડા રૂા.૧૫ કરોડ, નસારપુર ભગત ફળીયાથી ઝ૨પણ ગામને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત રૂા.૩૭ લાખ, નસારપુર ગામે સ્ટેશન ફળીયામાં મુખ્ય રસ્તાથી રવિચંદભાઈના ધર સુધી પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત રૂ।.૨ લાખ, નસા૨પુ૨ ગામે સ્ટેશન ફળીયામાં મુખ્ય રસ્તાથી આનંદભાઈ ભગુભાઈના ઘ૨ સુધી પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત રૂા.૨ લાખ, નસારપુર ગામે કેલીકુવા ફળીયામાં બસસ્ટેન્ડના કામનું ખાતમુહૂર્ત રૂા.૩.પ૦ લાખ, નસારપુર ગામે વાંકી ફળીયામાં પ્રોટેકશન વોલનું ખાતમુહુર્ત રૂ .૯ લાખ મળી કુલ વિવિધ કુલ રૂા.૩૭.૭૭ કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા સામસિંગભાઈ વસાવા, જિ.પં. કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, જિ.પં. સભ્ય દરીયાબેન વસાવા ઉમરપાડા તાલુકા ભાજપ સંગઠન વાલજીભાઈ વસાવા, મહામંત્રીઓ અર્જુનભાઈ વસાવા, અમીષભાઈ વસાવા, ઉમરપાડા તા.પં.પ્રમુખ શારદાબેન ચૌધરી, માર્ગને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઈજનેર અમીષભાઈ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર મેહુલભાઈવાળા ઉમરપાડા તાલુકા ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્યો તથા સરપંચશ્રીઓ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ