Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં રૂ.૧૩૯ કરોડના ખર્ચે ૮૭.૫૦ હેક્ટર જગ્યામાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક.

Share

વડાપ્રધાન મોદી સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. તા.૨૯ સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે અને તે દરમિયાન તેઓ રૂ.૩૪૭૨.૫૪ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે પૈકી રૂ.૧૩૯ કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે ૮૭.૫૦ હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. આ બાયોડાયવર્સિટી પાર્કમાં ૧૩ કિમી લાંબી વોકિંગ ટ્રેઇલ્સ બનાવવામાં આવશે. અહીં કુલ ૮૫ જાતની વિવિધ વનસ્પિતઓ તેમજ ૬ લાખ જેટલાં વિવિધ વૃક્ષો અને છોડવાઓ રોપવામાં આવશે. રૂ.૧૩૯ કરોડના ખર્ચે તૈયાર થનારા આ બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગ ટ્રેઇલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે હશે. આ સ્વચ્છ, હરિયાળો પાર્ક મુલાકાતીઓની શારીરિક અને માનસિક સ્થિતિ જાળવવામાં મદદરૂપ થશે. ઉપરાંત, પાર્કની જાળવણી, બાગાયત તેમજ હાઉસ કિપીંગ માટે કર્મચારીઓની જરૂર પડશે, જેના કારણે રોજગારીની તકો ઊભી થશે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા મામલતદાર કચેરીમાં જરૂરી સ્ટાફના અભાવે લોક કાર્યો ગુંચવાતા હોવાની બુમ.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ પાસે નર્મદા નહેરની મધ્યમાં સગીરાએ છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું

ProudOfGujarat

ગોધરા ખાતે સરપંચ સંમેલનમાં CM રૂપાણીએ હાજરી આપી ભાજપા કાર્યાલયનું લોકાર્પણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!