Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં માલધારીઓનું ઉગ્ર આંદોલન, સુરતમાં તાપી નદીમાં દૂધ ઠાલવીને કર્યો વિરોધ.

Share

ગુજરાતમાં માલધારીઓએ ઢોર નિયંત્રણ કાયદાને પાછો ખેંચવા માટે આજે દૂધનું વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું અને જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થઇ રહ્યાંના સમાચાર આવી રહ્યા છે. સુરતમાં માલધારીઓએ તાપી નદીમાં 300 લીટર દૂધ ઢોળ્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો.

આજે મોટી સંખ્યામાં માલધારીઓ નાવડી ઓવારા પહોંચીને દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. દૂધ હડતાળને રાજ્યભરમાં સાર્થક કરવાનો પ્રયાસ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં પણ માલધારીઓએ વિરોધ કર્યો હતો. માલધારીઓ દ્વારા ઠેર ઠેર વિરોધનો શૂર ઉઠી રહ્યો છે. માલધારીઓની માંગ છે કે તેઓને ગોચરની જમીન આપવામાં આવે.

માલધારીઓએ કહ્યું હતું કે આજે દૂધનું એક ટીપું પણ કોઈપણ ડેરીમાં આપવામાં આવશે નહીં તો દૂધ કેવી રીતે ઉત્પાદન થશે અને જો દૂધ ઉત્પાદન થશે તો તે ભેળસેળ યુક્ત હશે. વધુમાં તેમણે કહ્યું કે આજે સુરતની તાપી નદીમાં દૂધ ઢોળીને તાપી નદીનો અભિષેક કર્યો હતો. સમગ્ર સુરતમાંથી માલધારીઓએ અંદાજે 2000 લીટર દૂધ નદીમાં ઢોળ્યું હતું.

Advertisement

આ ઉપરાંત રાજકોટમાં પણ માલધારીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ અમદાવાદ હાઇવે પર સોખડા ચોકડી નજીક માલધારીઓ દ્વારા દૂધ હાઇવે પર જ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દૂધ વિતરણ સદંતર બંધ રાખવામાં આવ્યું છે. રાજકોટની તમામ ડેરીઓ પર દૂધનું વિતરણ પણ બંધ રાખવામાં આવ્યું હતું. માલધારીઓ તમામ લોકોને પોતાની સાથે આવવા આહવાન પણ કર્યું છે.


Share

Related posts

પાલેજ : દુકાનોમા ચોરી અંગે છેવટે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

ઝઘડીયાનાં દુમાલા બોરિદ્રાની ખાડીમાં ફરીથી પ્રદુષિત પાણી છોડાયું : આસપાસનાં ખેતરોને નુકશાનની દહેશત સાથે સ્થાનિકોમાં રોષ.

ProudOfGujarat

રાજપીપલા સરકારી પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ.૧.૨૦ લાખના ખર્ચે બેટરીથી ચાલતી ઇલેક્ટ્રિક કાર બનાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!