Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં મોજશોખ માટે ચોરીના રવાડે ચડેલા 3 ઈસમોને ઝડપી પડાતા 10 ગુનાના ભેદ ઉકેલાયા.

Share

સુરતમા નાનપણથી જ ચોરીના રવાડે ચડેલા 3 ઈસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા હતા. મોજશોખ માટે ચોરીના રવાડે ચડેલા ઈસમો ઝડપાઇ જતા 10 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાના ભેદ ઉકેલાયા હતા.

સુરતમાં થોડા સમયથી ચોરીની ઘટના બનતી હતી તેમાં પણ ખાણીપીણીની જગ્યાએ ચોરીની વધુ ઘટના બનતી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે તાપસ કરતા બાતમી મળી હતી કે ત્રણેય આરોપીઓ કતારગામ વિસ્તારમાં આવેલા જુના કબ્રસ્તાન પાસે ઉભા છે તેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છાપો મારી સાહિલ સલીમ પઠાણ, હરીશ પ્રકાશ માળી અને સુમિત શિવાજી પાટીલને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન, આઇપેડ, ગેમઝોનની ત્રણ ગન, સેન્સર જેકેટ અને મોટર સાઇકલ સહિત કુલ 3 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

આ ત્રણેય ઈસમો રીઢા ચોર હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ નાનપણથી જ ચોરીના રવાડે ચડી ગયા હતા અને ચોરી કરી પોતાની મોજશોખ કરતા હતા. આરોપીઓ ચોરી કરવા માટે હોટલ અને ખાણી પીણીની જગ્યા વધુ પસંદ કરતાં હતાં અને ચોરી કરવા જાય ત્યારે હોટલમાં જમી અને રોકડની ચોરીને અંજામ આપતા હતા. આ સાથે જ જ્યારે રોકડ ચોરી કરે ત્યાંથી જ એક બાઈકની પણ ચોરી કરતા હતા. આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા સુરતના વિવિધ પોલીસ મથકની હદમાં અચરેલા 10 થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા હતા.


Share

Related posts

માંગરોળ : મોસાલી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ તરીકે સવિતાબેન અમરતભાઈ વસાવાએ ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

ઇન્ડીયન મેડિકલ એસોસિએશન રાજપીપળા બ્રાંચના તબીબો હડતાળમાં જોડાયા, દર્દીઓને હાલાકી.

ProudOfGujarat

અંકલેશ્વરઃ 6.97 લાખના શંકાસ્પદ એસએસના સામાન ભરેલો ટેમ્પો ઝડપાયો, 4ની અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!