ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે આરોગ્ય કર્મચારીઓ મુખ્ય ત્રણ માંગને લઈને ૦૮/૦૮/૨૨ થી ૩૩ જિલ્લાના ૧૬ હજાર આરોગ્ય કર્મચારીઓ અને સુરત જિલ્લાના ૫૬૮ આરોગ્ય કર્મચારીઓ મળી કુલ ૨૯ દિવસથી હડતાળ પર છે. જેમાં ૧- આરોગ્ય કર્મચારીની મુખ્ય ચાર કેડર મ.પ.હેવ, ફી.હે.વ, મ.પ.હે.સુ, ફી.હે.સુને ટેકનીકલ ગણી પગાર વિસંગતતા દુર કરો. ૨- પોતાના જીવના જોખમે કોરોના કાળમા કોઈપણ જાતની રજા લીઘા વગર કુલ ૧૩૦ દિવસ ફરજ બજાવી છે તેનો રજા પગાર આપી કોરોના વોરીયર્સનુ ભથ્થુ આપવુ. ૩- ૦ કીલોમીટરે જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના, પ્રા.આ.કેન્દ્ર કક્ષાના ક્ષેત્રિય કર્મચારીઓને પીટીએ આપવુ.
આ ત્રણ માંગને લઈને આરોગ્ય કર્મચારીઓ ૨૦૧૯ થી લઈને કુલ ૩ વાર હળતાળ કરી ચુકયા છે અને છેલ્લી ૩ વાર સરકાર દ્વારા લેખીત બાંહેધરી આપવા છતાં સચોટ નિરાકરણ આવ્યુ નથી અને આ ચોથીવાર હળતાળમા પણ સરકાર દ્વારા પાંચમા કેબિનેટ મંત્રી દ્રારા મહાસંઘના હોદ્દેદારોની ૩૦/૦૮/૨૨ ના રોજ મંત્રણા થઈ હતી પણ કોઈ પરીપત્ર, ઠરાવ નહી આપતા ફકત મૌખીક બાંહેધરી આપતા કર્મચારીઓમા ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ તારીખ ૦૫/૦૯/૨૨ ના રોજ સુરત જિલ્લાના આરોગ્ય શાખાના ત્રીજા વર્ગના ક્ષેત્રિય કર્મચારીઓના મંડળ દ્રારા મા. કલેકટર, મા. ડીડીઓ, મા. સીડીએચઓને આવેદન આપી હડતાળ યથાવત રાખેલ છે. આરોગ્ય શાખાના કર્મચારીઓને લેખિત બાંહેધરી ના મળે કે નિરાકરણ ના આવે ત્યા સુધી હડતાળ ચાલુ રહશે એમ જાણવા મળી રહ્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ