Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતની લેડી ડોનનાં બે સાગરીત જુનાગઢ નજીક કોડીનારનાં હરમડીયામાંથી કબ્બે

Share

 

સૌજન્ય-સુરતઃ સુરતની લેડી ડોનનાં બે સાગરીત કાપોદ્રા પોલીસ સ્ટેશનનાં 307નાં ગુનામાં ફરાર હોય કોડીનાર પોલીસે હરમડીયા ગામેથી બંનેને ઝડપી લીધા હતાં. સુરતનાં કાપોદ્રા રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક હટાવવાનાં નજીવા મામલે રવી, બીજા બે માણસો અને એક યુવતીએ લાકડા અને પટા જેવા હથિયારોથી ભટ્ટ બહાદુર અને શ્રીધર નામનાં યુવાનોને બેફામ માર મારી ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ અંગે પ્રકાશ પીકે સુનારે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં નાસતા ફરતાં બે આરોપી કોડીનારમાં હોવાની સુરત પોલીસે સ્થાનિક પોલીસને જાણ કરતાં ઇન્ચાર્જ પીઆઇ એ.એમ. હેરમા અને સ્ટાફનાં નરેન્દ્રસિંહ રહેવર, ધર્મેન્દ્રસિંહ પરમાર, કાળુભાઇએ તપાસ હાથ ધરતાં હરમડીયા ગામે સાંગાવાડી નદીનાં પટ્ટમાં છુપાયા હોવાની હકિકત મળતાં અહીંયા રેઇડ કરી સાગર ઉર્ફે ધોદા બાબુ ભાલીયા અને સંજય ઉર્ફે ભુરો હિંમતલાલ વાઘેલાને ઝડપી પાડી સુરત પોલીસને કબજો સોંપ્યો હતો. આ બંને આરોપીઓ સુરતની કુખ્યાત લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભુરીનાં સાગરીત હોવાનું અને હત્યા સહિત અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું…

Advertisement

Share

Related posts

વુમન્સ ડે નિમિતે ભરૂચ જિલ્લા GVK EMRI 108 એમ્બ્યુલન્સ દ્વારા કેક તથા મહિલા કર્મચારીઓ ને મુવી બતાવી ઉજવણી કરવા માં આવી.

ProudOfGujarat

રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર કામ કરતો મજૂર ૨૫ ફુટથી નીચે પડતાં ગંભીર ઈજા થતાં વડોદરા ખસેડાયો.

ProudOfGujarat

કર્ણાટકમાં મળેલી રાજકીય જીતથી ભરૂચ કોંગ્રેસમાં આનંદની લહેર:ફટાકડા ફોડી વ્યક્ત કરી ખુશી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!