Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જીલ્લામાં વરસાદી માહોલ ફરી જામ્યો : ઓલપાડમાં એક ઘર પર પડી વીજળી.

Share

ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં ગઇકાલથી વરસાદી માહોલ સર્જાયો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે ત્યારે સુરત શહેર સહિત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઓલપાડમાં મેઘરાજાએ ગઈ રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ વરસાવતા થોડું નુકશાન સામે આવ્યું છે.

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદ વિસ્તારના સમૂહ વસાહત વિસ્તારમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. સમૂહ વસાહતમાં આવેલ એક ઘર પર વીજળી પડતા ડરનો માહોલ ઉભો થયો હતો. ઘર પર વીજળી પડતા ઘરમાં વીજ વાયરીંગ બળી ગયું હતું જેથી ઘરમાં અંધારપટ છવાઈ ગયો હતો સાથે જ ઘરની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. આ ઉપરાંત રસ્તામાં આવેલા બે વીજપોલ પર પણ વીજળી પડતા વીજપોલને નુકશાન થયું હતું. વીજપોલને નુકશાન થતા આખા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. જોકે ઘટનાની જાણ વીજકર્મીઓને કરવામાં આવી હતી પણ ત્રણ કલાક કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં વીજકર્મીઓ વીજપોલને સરખો કરવા પહોચ્યા ન હતા જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક વીજ કર્મીઓ ઘટના સ્થળે પહોચે તેવી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતેના રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની જાહેરાત થઇ : કામ શરૂ ન થતાં પ્રજામાં રોષ.

ProudOfGujarat

JIO બાદ હવે આ કંપનીએ આપ્યો ઝટકો, 200 રૂપિયા મોંઘો થયો આ પ્લાન, જાણો સમગ્ર વિગત.

ProudOfGujarat

ભરૂચ : અયોધ્યાના ચુકાદાના પગલે ભરૂચમાં ચુસ્ત બંદોબસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!