તા.૩૧ મી ઓગષ્ટ – ૨૦૨૨ ગણેશ ચતુર્થીના પવિત્ર દિને વ્યારા નગરપાલિકાના વોર્ડ નં.૨ મા ગુજરાત ગણેશ મંડળ, માલીવાડ, વ્યારાની માંગ મુજબ વોર્ડ નં.૨ના નગર સેવકો સંજય સોની, મૃણાલ જોશી, નીમિશાબેન તરસાડીયા, પ્રીતિબેન ગામીતની લેખિત રજૂઆતને કારણે માલીવાડ ચાર રસ્તા ખાતે, રૂ. ૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પૂરા) જેટલી માતબર રકમનું ખૂબ જ સુંદર અને આકર્ષિત રંગીન ગ્રેનાઈટ પથ્થરમા ગુજરાત ગણેશ ચોક બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત ગણેશ ચોક બનતા મંડળના સભ્યો તથા સ્થાનિક લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમા વોર્ડ નં. ૨ ના નગર સેવકો ઉપરાંત નગરપાલિકાના બાંઘકામ સમિતીના ચેરમેન રીતેશ ઉપાદયાય, લારી-ગલ્લા દબાણ સમિતીના ચેરમેન રાકેશ ચૌધરી, વોર્ડ નં. ૨ ના આગેવાન હેમંત તરસાડીયા, ગુજરાત ગણેશ મંડળના આગેવાન સુનિલભાઈ માળી, વિપુલભાઇ માળી, તેજસ વાનખેડે, ચિંતન માળી, ચંદ્રકાંતભાઈ ખેરે કિર્તી વાનખેડે તથા ગુજરાત ગણેશ મંડળના યુવા મિત્રો તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપરાંત પાલિકાના અઘિકારી કર્મચારીગણ તથા વોર્ડ નં. ૨ ના નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વ્યારા ખાતે ગુજરાત ગણેશ ચોકનુ લોકાર્પણ કરાયું.
Advertisement