Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના અમરોલી ખાતે મેલડી માં નાં પાટોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું.

Share

ભારતમાં અનેક પરંપરાઓ સંસ્કૃતિ સાથે જીવન જીવવાની વિશિષ્ટ પદ્ધતિ જે આ પરંપરા ઓ ના કારણે જ ભરપૂર આનંદથી જીવન જીવવાની કળાની અનુભૂતિ થાય છે એટલે જ ભારતમાં સાંસ્કૃતિક વૈચારિકતાના કારણે દેશનો ડંકો વિશ્વમાં વાગી રહ્યો છે તે જ રીતે આવા કાર્યક્રમને આગળ ધપાવતા હોય સુરત જિલ્લાના અમરોલી માં મેલડી માતાજીનો પાટોત્સવની ભવ્ય તૈયારીઓ ચાલી રહેલ છે.

માનો દરબાર હરખનું તેડુંના દિવ્ય આમંત્રણ સાથે જય માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના માનો દરબાર સેવા મંડળના વિશાળ ભક્તો દિવ્ય આયોજનમાં શિસ્ત બંધ શોભાયાત્રા સાથે મહાપ્રસાદ સુપ્રસિદ્ધ ગાયક અને ગાયિકાઓ ભક્તિના રંગે રંગવા પોતાના દિવ્ય વાણીથી માતાજીના ભજનોની રમઝટ બોલાવવાના છે.

Advertisement

ચારેકોર દિવ્યભક્તિનું વાતાવરણ સર્જાવાની પૂર્વ તૈયારી રૂપે તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. તારીખ ૧૯/૮/૨૦૨૨ ના રોજ મેલડી માતાજીનો સાતમો પાટોત્સવ ઉજવવાના છે આ ભવ્ય કાર્યક્રમમાં મહાપ્રસાદ સહિત મોટી સંખ્યામાં એકસરખા વસ્ત્રોથી સુશોભિત આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વિશાળ ભક્તો દિવ્ય વાણીરૂપી કલાકારો સહિત સંતો મહંતો અને અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

જય માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમરોલીના આ દિવ્ય મંદિરનો પાટોત્સવ દિન દુખિયાનો આધાર બની રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી માના ચરણોમાં શીશ ઝુકાવે છે અને માનતાઓ માનતા હોય છે ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરત અડાજણમાં ધોરણ 10 ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણ જગતની અનેક ખામીઓ સામે સવાલો ઉઠાવતો લેટર બૉમ્બ ફોડયો.

ProudOfGujarat

અંકલેશ્વર- રામકુંડ પાસે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!