Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંડવી નગર પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું.

Share

આપણો દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાજીના અધ્યક્ષ સ્થાને એક તિરંગા યાત્રાનું માંડવી નગરપાલિકા દ્વારા આયોજન કરેલ છે. આ પ્રસંગે નગર ભાજપ પ્રમુખ નટુભાઇ રબારી તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તા. ૧૩ ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ઘરે-ઘરેને જઈને વ્યવસ્થિત રીતે તિરંગો લગાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ માંડવી નગરના થતા તાલુકાના સૌ વડીલો ભાઈ-બહેનો, કર્મચારીઓ, વિદ્યાર્થી મિત્રો અને દેશ પ્રેમી જનતાને આ તિરંગા યાત્રામાં ઉમળકાભેર જોડાવા માટે આહવાન કર્યું હતું. તેમજ માંડવી નગરપાલિકા દ્વારા માંડવી નગરના તમામ દેશપ્રેમી ભાઈઓ બહેનો, તેમજ સામાજિક આગેવાનોએ આ રેલીમાં ઉત્સાહપૂર્વક જોડાવવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમજ માંડવી નગરપાલિકા ખાતે માંડવી પાલિકાના ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ તેમજ પાલિકા પ્રમુખ રેખાબેન વશીના હસ્તે સાંસદ પ્રભુભાઈ વસાવાને તિરંગા રાષ્ટ્રધ્વજને અર્પણ કરાયો હતો. સાથે આ તિરંગા રેલીનું આયોજન તારીખ 13 ઓગસ્ટ 2022 ના રોજ બપોરે ૩:૩૦ કલાકે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા,પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાનથી સુભાષચોક સુધી રેલીનું આયોજન કરેલ છે. તો તમામ દેશ પ્રેમી ભાઈઓ બહેનોએ સમયસર ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાવા હાર્દિક આમંત્રણ છે.

જીતેન્દ્ર સોલંકી માંડવી.

Advertisement

Share

Related posts

માંગરોળમાં વ્યાપક વરસાદથી કૃષિપાકને થયેલ નુકસાનનું ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ.

ProudOfGujarat

ઝઘડીયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનના ગુનાના બે ફરાર આરોપી નેત્રંગ પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

સુરતમાં દેશી હાથ બનાવટના તમંચા વેચવા લાવેલો યુપી નો યુવાન ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!