Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં કોરોના, સ્વાઈન ફ્લૂ બાદ બાળકોમાં નવા વાયરસે ફફડાટ ફેલાવ્યો, 500 બાળકો વાયરસના ભરડામા.

Share

સુરત શહેરની અંદર સ્વાઈન ફ્લૂના કેસો જે રીતે ધીરે ધીરે વધી રહ્યા છે તે જ રીતે બાળકોમાં નવો એક વાયરસ સામે આવી રહ્યો છે. આ નવા વાયરસનું નામ કોક્સસૈકી એન્ડ ઈકો વાયરસ છે. આ વાયરસના આતંકના કારણે વિવિધ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળી રહ્યા છે. આ વાયરસના કારણે સુરત શહેરની અંદર 500 થી 600 બાળકો આ વાયરસના ભરડામાં આવી ચૂક્યા છે.

અત્યારે ચોમાસામાં ઋતુજન્ય રોગચાળાના કારણે મોટી મુશ્કેલીમાં લોકો મુકાઈ રહ્યા છે તેવામાં સ્વાઈન ફ્લૂના કેસો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે હવે કોક્સસૈકી એન્ડ ઈકો વાયરસના કારણે બાળકોમાં હાથ, પગ અને મોઢામાં નાના નાના ગુલાબી રંગના ચાંઠાં દેખાઈ રહ્યા છે. જેના કારણે બાળકોને તાવ પણ આવી જાય છે. ખાસ કરીને બહું રેર રીતે સાંભળવામાં આવી રહેલી આ બિમારીને હેન્ડ-ફૂટ એન્ડ માઉથ ડિસીઝ પણ ડૉક્ટરો કહી રહ્યા છે.

Advertisement

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજથી પાંચ વર્ષ પહેલા બાળકો બાળકો આ વાયરસના ભરડામાં આવ્યા હતા. ત્યારે ફરીથી આ વાયરસ સામે આવ્યો છે. આ વાયરસના કારણે બાળકોને ઝડપી તેનો ચેપ લાગે છે. પ્લેગ્રાઉન્ડ, નર્સરી ઉપરાંત અન્ય બાલમંદિર સહીતના એવી જગ્યાઓએ કે જ્યાં બાળકો ભેગા થાય છે ત્યાં સાચવચેતી રાખવી જોઈએ.


Share

Related posts

ભરૂચ નગર પાલિકા માં મચ્છરો ના ઉપદ્રવ અને સ્વચ્છતા અને પાણી જેવા વિવિધ મુદ્દે વિપક્ષ ના હોબાળા વચ્ચે સંપન્ન થઇ હતી…

ProudOfGujarat

છોટાઉદેપુર એલ.સી.બી પોલીસ દ્વારા ચોરીના નાસતા ફરતા આરોપીને દબોચી લીધો.

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ વિસ્તાર માં આવેલ મોનાપાર્ક સોસાયટીના ત્રણ જેટલા મકાનો ને તસ્કરોએ નિશાન બનાવી તરખાટ મચાવતા ખળભળાટ વ્યાપી ગયો હતો……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!