“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા દરમિયાન તમામ નાગરીકને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. PM મોદીએ ટ્વિટ કરીને લોકોને ‘હર ઘર તિરંગા અભિયાન’ને મજબૂત કરવાની અપીલ કરી છે. તારીખ 13 થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવા PM એ અપીલ કરી છે ત્યારે સરકારના આ અભિયાન અંતર્ગત સુરતના કીમ ચાર રસ્તા વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં તિરંગા લઇ દેશભક્તિના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી.
કીમની ખાનગી સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ વધે તે હેતુથી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગા, દેશ ભક્તિના નારા સાથે વિદ્યાર્થીઓની રેલી નીકળી હતી. વિદ્યાર્થીઓની રેલીથી કીમ વિસ્તાર દેશભક્તિ મય બની ગયો હતો. તિરંગા રેલી ૧ કિમી વિસ્તારમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. સરકાર દ્વારા તિરંગા રેલીનો મુખ્ય ઉદ્દેશ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દરેક નાગરિક તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે અને દરેક દેશવાસીઓમાં રાષ્ટ્ર ભાવના વધુને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકમાં પોતાના દેશ પ્રત્યે ગર્વ અને દેશપ્રેમ વધે તે છે.