કેન્દ્રીય તથા ગુજરાત ગૃહ વિભાગ દ્વારા અને ડીજીપી દ્વારા ખુલ્લી મુકેલ e-FIR (citizen first) એપની જાગૃતિ અને ઉપયોગની રીત અંગે જાણકારી માટેનો કાર્યક્રમ વી.એન.પટેલ મેડિકલ કોલેજ કેમ્પસ વસરાવી તા. માંગરોલ ખાતે યોજાયો હતો.
નર્સિંગ-હોમિયોપેથીના વિદ્યાર્થીઓ અને માંગરોળના નાગરિકોને એપ્લીકેશનના ઉપયોગ અંગે વિગતવારની જાણકારી આપવામાં આવી તેમજ લોકદરબાર પણ લેવામાં આવેલ અને લોકોની રજૂઆતો ધ્યાને લઇ કાર્યવાહી કરવામાં આવી તેમજ નિરાકરણની તજવીજ કરવામાં આવેલ. આ કાર્યક્રમમા બી.કે.વનાર (sdpo-સુરત ગ્રામ્ય ડિવિઝન) બી.જી.ઈશરાની (પી.આઈ.માંગરોળ પો.સ્ટે ) તથા પોલીસ કર્મચારીઓ તેમજ 300 થી વધુ લોકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભવો દ્વારા e-FIR (citizen first) એપની જાગૃતિ અને ઉપયોગની રીત અંગે જાણકારી ખુબ જ સુંદર રીતે આપવામાં આવેલ હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement