Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા કોલેજમાં ઈ એફ આઈ આર અંગે વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

ઉમરપાડા સરકારી કોલેજ ખાતે ઇ એફ આઇ આર અંગે પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે ઇ એફ.આઇ.આર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન ઠેર ઠેર કર્યું છે જેના ભાગરૂપે સુરત જિલ્લાના છેવાડે આવેલા અંતરિયાળ ઉમરપાડા તાલુકા મથક ખાતે ઇ એફ આઇ આર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સીપીઆઈ ચૌહાણ અને ઉમરપાડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે દેસાઈ દ્વારા ઇ એફ આઇ આર અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સીટીઝન ફર્સ્ટ એપના માધ્યમથી ખાસ કરીને હવે વાહન ચોરી મોબાઈલ ચોરીની ફરિયાદ કરી શકાશે અને 48 કલાકમાં લાગુ પડેલ પોલીસ મથકમાંથી પોલીસ સીધો ફરિયાદીનો સંપર્ક કરશે વાહન ચોરી, મોબાઈલ ચોરી સાથે ભાડુઆતની વિગતો એનઓસી જેવી અનેક કામગીરી હવે ડિજિટલ બનતા ઘર બેઠા ફરિયાદ કરી શકાશે સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર નાગરિકો સીધી ફરિયાદ કરી શકે છે. ગુજરાત સરકારની આ અનોખી પહેલ છે જેમાં ફરિયાદ ઉપરાંત ફરિયાદની કોપી પણ આ એપના માધ્યમથી ઘર બેઠા મળી રહેશે અને લોકો દ્વારા કરાયેલી ફરિયાદમાં 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી ઘટના સ્થળની મુલાકાત કરશે અને ફરિયાદીને તેની જાણ એસએમએસ દ્વારા મળી રહેશે. ફરિયાદની પ્રક્રિયા 21 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવનાર હોવાનું પણ સુવિધા કરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકામાં વિરોધપક્ષના નેતા તરીકે ભુપેન્દ્ર જાની અને ઉપ નેતા તરીકે શરીફ કાનૂગા ની વરણી…

ProudOfGujarat

ગોધરાથી ૧૨૦૦ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને લઈ ફરી એક ટ્રેન લખનઉ ખાતે રવાના થઈ.

ProudOfGujarat

નડિયાદમા અદ્યતન મશીનરી સાથે દાંત વિભાગનો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!