બોટાદ ઝેરી દારુકાંડ મામલે ગુજરાતમાં હડકંપ મચી ગઈ છે કેમ કે, 40 થી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે અને કેટલાક સારવાલ હજૂ પણ લઈ રહ્યા છે. ત્યારે આ મામલે મીડીયા સમક્ષ વાત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, લઠ્ઠો હોય કે કેમિકલ હોય, દારુકાંડમાં સંડોવાયેલા વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત પોલીસ આ મામલે ગણતરીના દિવસોમાં જ ચાર્જસીટ ફાઈલ કરશે. ફાસ્ટ્રેકના માધ્યમથી ઝડપી લોકોને ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હું તમને વિશ્વાસ અપાવવા માંગું છું કે, આ કેસમાં સંકળાયેલા કોઈને પણ છોડવામાં આવશે નહીં તેમના વુરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું.
આ સાથે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ઝેરી દારુકાંડમાં અસરગ્રસ્તોને છૂપાવવાના બદલે તેવા લોકોને શોધી શોધીને હોસ્પિટલ પહોંચાડવા માટે ગુજરાત પોલીસે તાત્કાલિક પગલાં ભર્યા છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે, જે જવાબદારી આ વિસ્તારમાં જે તે અધિકારીની હતી તેમાં તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ મિથનોલ આલ્હોલ છે અને તેને કંટ્રોલ કેવી રીતે કરવો તેને લઈને સરકાર આ બાબતે પોલીસી બનાવી આગળ વધશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આમ આ કેસ મામલે એક પછી એક એમ તમામ વિષયોને લઈને તપાસ કરવામાં આવી રહી છે.