ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહેલ પાણીને લઈને સુરતમાં ખાડીપુર આવ્યું હોય તેવી રીતે પાણી ભરાયાના બનાવો સામે આવ્યા હતા જેમાં પુણાથી ડીંડોલી તરફ જતા રસ્તામાં આવતી ખાડીમાંથી પાણી બહાર આવતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.
સુરત શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જોકે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી અને તેના કારણે ખાડીના પાણી બહાર આવી રહ્યા છે. સુરતના પુણા ડીંડોલી રોડ પર આવેલ ખાડીમાંથી પાણી બહાર આવ્યા હતા અને રસ્તા પર ફરી વળ્યાં હતા. જોકે પાણીનો ભરાવો થતા રસ્તા પર પાણી આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનચાલકોને પાણીના કારણે મુશ્કેલી સર્જાઈ હતી અને હજુ પણ શહેરમાં વરસાદનું જોર વધી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોને મુશ્કેલી વધી રહી છે અને પાણીનાં નિકાલ માટે પાલિકાના અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી હતી.