Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાના માંગરોળ, ઉમ૨૫ાડા તાલુકામાં ભારે વ૨સાદના કારણે થયેલ નુકશાનનું પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વા૨ા સ્થળોની મુલાકાત.

Share

સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા ઉમરપાડા, કેવડી, શરદા તથા ગોવટ જેવા ગામોની મુલાકાત લીધી અને કોઝવે તેમજ પુલના સાઈડના ધોવાણથી થયેલ નુકશાન સ્થળ મુલાકાત લીધી. આ પ્રસંગે ઉમરપાડા તાલુકા સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અમીષભાઈ વસાવા અને ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી, ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરકારી અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને સ૨પંચો ઉપસ્થિત રહયા હતા.

વધુ વરસાદની કોઈપણ સ્થિતીને પહોંચી વળવા માટે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવી પહોંચેલ એન.ડી.આર.એફ.ની ટીમ સાથે મુલાકાત કરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે તાજેત૨માં થયેલ ભારે વરસાદથી થયેલ નુકશાન અંગે અધિકારીઓ, ચુંટાયેલા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી તેમજ ભારે વ૨સાદને કારણે થયેલ નુકશાનની સર્વે ટીમ બનાવી તાત્કાલીક જરૂ૨ી કાર્યવાહી કરવા વહીવટી તંત્રને જરૂરી સુચના આપવામાં આવી.

આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા પ્રભારી ભરતભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી દિપકભાઈ વસાવા અને જગદિશભાઈ પારેખ, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, મામલતદાર માંગરોળ, તાલુકા વિકાસ અધિકારી માંગરોળ, પી.આઈ. માંગરોળ, નાયબ કાર્યપાલક ઈજનેર જી.ઈ.બી. તેમજ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને સરપંચો ઉપસ્થિત રહયા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચની પ્રસાદ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાંવતા તસ્કરો

ProudOfGujarat

ભારતીય શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં મોટો કડાકો, રોકાણકારોના 3.5 લાખ કરોડ ડૂબ્યા

ProudOfGujarat

ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, સોનિયા, ખડગે સહિતના આ નેતાઓને સ્થાન મળ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!